Sunday, November 28, 2021
Homeઅર્જુન કપૂરે શેર કર્યો ફોટો તો મલાઇકા અરોરાએ કરી આવી કમેન્ટ
Array

અર્જુન કપૂરે શેર કર્યો ફોટો તો મલાઇકા અરોરાએ કરી આવી કમેન્ટ

મુંબઇ: બોલીવુડની ફેશન ક્વીન મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના રિલેશનના ચર્ચા જોરો પર છે. હાલના દિવસોમાં બંનેને એક સાથે જોવા મળે છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મલાઇકા મોટાભાગે અર્જુન કપૂરના લુક્સ પર કમેન્ટ કરતી રહે છે. હવે અર્જુન કપૂરે એક્સરસાઇઝ કરતાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અર્જુન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. આ ફોટો પર મલાઇકાએ પણ કમેન્ટ કરી છે.

https://www.instagram.com/p/BuLTu8sgTe_/?utm_source=ig_embed

મલાઇકાએ અર્જુન કપૂરનો ફોટો પર કમેન્ટ કરી- Killin it. અર્જુન કપૂરનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે આ પહેલા પણ મલાઇકાએ અર્જુનના એક ફોટા પર કમેન્ટ કરી હતી. વાસ્તવમાં, અર્જુન કપૂરે પોતાના બાળપણનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે મેરા પાનીપત લુક. એક્ટરનો આ ફોટો ખૂબ ચર્ચામાં રહ્યો. મલાઇકાએ અર્જુન કપૂરના ફોટા પર હસતો ઇમોજી બનાવીને ફોટાને ક્યૂટ કહ્યો.

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાને લાંબા સમયથી સાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે. બંને જલ્દી લગ્ન કરે એવી પણ ચર્ચા થઇ રહી છે. જો કે બંને તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અર્જુન કપૂર મલાઇતાને લઇને ખૂબ પ્રોટેક્ટિવ નજરે આવે છે. એને મલાઇકાના ઘરની બહાર ઊભા રહેતા ફોટોગ્રાફર્સને પણ ખાસ સલાહ આપી હતી. અર્જુન કપૂરે રિક્વેસ્ટ કરીને ફોટોગ્રાફર્સને રાતે ત્યાં ઊભા રહેવાની ના પાડી દીધી હતી.

https://www.instagram.com/p/BtlOXWJB4fH/?utm_source=ig_embed

વર્ક ફ્રંટની વાત કરીએ તો અર્જુન કપૂર ફિલ્મ પાણીપતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મ છે. એનું નિર્દેશન આશુતોષ ગોવારીકર કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments