અર્જુન કપૂર અને મલાઈકા ખ્રિસ્તી વિધિથી એપ્રિલમાં લગ્ન કરે તેવી શક્યતાઃ રિપોર્ટ

0
27

બોલિવૂડ ડેસ્કઃ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ટૂંક સમયમાં જ લગ્ન કરે તેવા વાવડ આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે બંને એપ્રિલ મહિનામાં ખ્રિસ્તી વિધિથી લગ્ન કરી શકે છે. અરોરા પરિવાર માટે ખ્રિસ્તી વિધિથી લગ્ન કરવાનું નવું નથી. મલાઈકાની બહેન અમૃતાએ પણ શકીલ લદાક સાથે ખ્રિસ્તી વિધિથી જ લગ્ન કરેલાં.

અર્જુને કહેલું, ‘લગ્ન માટે તૈયાર છું’
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમયથી એકબીજાંને ડેટ કરી રહ્યાં છે. બંને અવારનવાર જાહેર સમારંભોમાં સાથે જ દેખાય છે. મીડિયામાં બંનેની સાથે હોય તેવી તસવીરો વારંવાર વાઈરલ થતી રહે છે. તેમ છતાં બંનેએ પોતાના સંબંધોનો ખૂલીને એકરાર નથી કર્યો. થોડા દિવસ પહેલાં કરણ જોહરના શોમાં જ્યારે અર્જુન આવેલો, ત્યારે એણે કબૂલ કરેલું કે પોતે લગ્ન માટે તૈયાર છે.

બંને ડેટ કરે છે તેવું કન્ફર્મેશન પ્રિયંકાએ આપેલું
તાજેતરમાં કરણ જોહરના શોમાં જ પ્રિયંકા ચોપરાએ અર્જુન-મલાઈકાની રિલેશનશિપ પર કન્ફર્મેશનની મહોર મારી હતી. કરણે પ્રિયંકાને પૂછેલું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ ગોસિપ એને ખબર છે કે કેમ. ત્યારે પ્રિયંકાએ જવાબ આપેલો કે એને ખબર છે કે મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

ઈટાલીમાં સેલિબ્રેટ કર્યો હતો જન્મદિવસ
મલાઈકાએ પોતાનો જન્મદિવસ અર્જુન કપૂર સાથે ઈટાલીમાં સેલિબ્રેટ કર્યો હતો. એરપોર્ટ પર બંને અલગ-અલગ જોવા મળ્યાં હતાં પરંતુ ઈટાલીમાં બંને સાથે ફરતા હોય તેવી તસવીર વાયરલ થઈ હતી.

બોની કપૂરને નથી પસંદ આ સંબંધ
અર્જુન કપૂરના પિતા બોની કપૂરને મલાઈકા સાથેનો સંબંધ બિલકુલ પસંદ નથી. બોનીએ હજી સુધી આ સંબંધને માન્યતા આપી નથી. જોકે, કપૂર પરિવારે મલાઈકાને વહુ તરીકે સ્વીકારી લીધી છે. અનિલ કપૂર તથા સંજય કપૂરની જન્મદિવસની પાર્ટીમાં મલાઈકા અરોરા ખાસ હાજર રહી હતી. અર્જુનના મલાઈકા સાથેના સંબંધોને કારણે સલમાને પણ બોની કપૂર સાથેના સંબંધો તોડી નાખ્યા છે. સલમાન ખાને બોની કપૂર, અર્જુન કપૂરને પોતાના ઘરના કોઈ પણ પ્રસંગમાં બોલાવવામાં ના આવે તેમ સ્પષ્ટપણે સૂચના આપી છે. આટલું જ નહીં સલમાન ખાને બોની કપૂર સાથે ‘વોન્ટેડ’ તથા ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં પણ કામ કરવાની ના પાડી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here