ભાવનગરમાં ગઈ મોડી રાતે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. ભાવનગરના અલંગ બંદર નજીકના કંઠવા ગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ગામમાં અરાજકતા ફેલાઈ અને લોકોના ટોળે ટોળા ઉમટ્યા.
તો આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં સમગ્ર ગોડાઉનને આગે પોતાની લપેટમાં લઈ લીધુ. હવામાં પણ આગના ધૂમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. બાદમાં સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તો ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મળવ્યો. આગ પર કાબૂ મેળવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી. પરંતુ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે ત્યારે ગત મોડી રાતે ફરીએકવાર અલંગ નજીક આવેલ કંઠવા ગામ નજીક રહેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
જો કે, આ ઘટના અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને થતાં ફાયરવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગની લપેટમાં આવેલ ભંગારના ગોડાઉન પર સતત પાણીનો મારો ચલાવતા અંતે આગ પર કાબૂ મેળવામાં સફળતા મળી હતી. જો કે, આગ ક્યાં કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.