અલગીઢમાં અઢી વર્ષની બાળકીના હત્યા મામલે સોનમ કપૂર ટ્રોલ થઈ, અશોક પંડિત સાથે ઉગ્ર દલીલો

0
29

મુંબઈઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકી ટ્વિંકલ શર્મા સાથે થયેલી ઘટના બાદ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે એક ટ્વીટ કરી હતી. ત્યારબાદથી તે સોશિયલ મીડિયામાં સતત ટ્રોલ થઈ રહી છે. આ દરમિયાન સોનમ કપૂરની ફિલ્મ પ્રોડ્યૂસર તથા IFTDA (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ એસોસિયેશન) ના પ્રમુખ અશોક પંડિત સાથે ઉગ્ર દલીલો થઈ હતી. બંનેએ ટ્વિટર પર એકબીજાને ખરું-ખોટું સંભળાવ્યું હતું.

સોનમ-અશોકના ટ્વીટ્સ

સોનમે ટ્વીટ કરી હતી, ટ્વિંકલ સાથે જે પણ થયું, તે ભયાવહ તથા ડરામણું છે. તેના પરિવાર માટે પ્રાર્થના કરું છું. હું લોકોને એ પણ અપીલ કરીશ કે એક સ્વાર્થી એજન્ડા ના અપનાવો. અહીંયા એક નાનકડી બાળકીનું મોત થયું છે. નફરત ના ફેલાવો.

અશોક પંડિતે સોનમની આ ટ્વીટ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું, સોનમ, તમે આસિફા કેસમાં ભારતના મૂલ્યો પર સવાલ ઉઠાવ્યા હતાં. હવે, ટ્વિંકલના કેસમાં તમે કહી રહ્યાં છો કે અંગત હિતને એજન્ડા ના બનાવો. આટલી અસમાનતા કેમ?

અશોકની આ ટ્વીટના રિપ્લાયમાં સોનમે કહ્યું હતું, કારણ કે હું હિંદુ ધર્મમાં માનું છું અને કર્મમાં વિશ્વાસ રાખું છું.

જેના પર અશોકે એક ટ્વીટ કરીને કહ્યું, હું તમારા વિશ્વાસ પર સવાલ નથી કરતો પરંતુ એ જાણવા માંગું છું કે આખરે આસિફા તથા ટ્વિંકલ માટેની પ્રતિક્રિયામાં આટલો ફરક કેમ? આટલી મોડી પ્રતિક્રિયા કેમ? કોઈ પ્લેકાર્ડ કેમ નહીં? આરોપીઓના નામ પણ નથી લખ્યા. શું તમને નથી લાગતું કે દરેક ગુનાને એક જ દ્રષ્ટિકોણથી જોવો જોઈએ અને નિવેદન આપવું જોઈએ.

આ પોસ્ટ પર સોનમે કહ્યું હતું, મને ખ્યાલ છે કે તમારી પાસે મને ટ્રોલ કરવા સિવાય પણ ઘણાં જ કામ હશે. આશા છે કે તમને શાંતિ તથા પ્રેમ મળે. તમારા અભિપ્રાય માટે આભાર. અજાણ્યા બની રહેવામા જ આનંદ છે.

અંતે અશોક પંડિતે એક ટ્વીટ કરી હતી, કેટલાંક મુદ્દાઓને ટ્રોલિંગમાં બદલી શકાય નહીં. જ્યારથી હું જન્મ્યો છું, મને શાંતિ તથા પ્રેમ મળ્યો છે. હું એજન્ડાની સાથે લોકોની સક્રિયતા પર સવાલ ઉઠાવતો રહીશ. નસીબ તમારી સાથે રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here