અલી ક્યારેક રાતે પરિવારને મળવા જતો, માહિતી મળતા પાણીપત પોલીસે પકડી પાડ્યો

0
41

ગાંધીધામમાં ૨૯ વર્ષના ભંગારના વેપારી સચિન ધવનની હત્યાનો મુખ્ય અારોપી લઅી શૈફુદ્દીન અન્સારીને પાણીપત પોલીસે પકડી લીધો હતો. હત્યાના ત્રણ વર્ષથી અલી પોતાની અોળખ છુપાવીને પાણીપત, દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં રહેતો હતો. મોટા વાળ રાખવાવાળા અલીઅે હત્યા પછી માથામાં મુંડન કરાવી લીધું હતું અને ક્યારેક ક્યારેક રાતે પોતાના પરિવારને મળવા માટે પાણીપત અાવતો હતો. અલી પર ગાંધીધામના વેપારી અેસોસિઅેશને પાંચ લાખનું ઇનામ પણ રાખ્યું હતું.પાણીપત પોલીસના ઇન્સ્પેક્ટર છબીલ સિંહે જણાવ્યું કે સોમવારની રાતે પણ અલી પરિવારને મળવા હરીસિંહ કોલોનીના ઘરે અાવ્યો હતો. ગુપ્ત બાતમીના અાધારે અારોપીને તેના ઘરેથી જ પિસ્તોલની સાથે પકડી લેવામાં અાવ્યો હતો. તેના વિરુદ્ધ 2011 થી 2013 વચ્ચે પાણીપત, સોનીપત અને અંબાલામાં લૂંટ સહિત અનેક ગુનાઅો નોંધાયેલા છે. તે 2013માં અંબાલા જેલમાંંથી જામીન પર છુટ્યો હતો અને ગુજરાતમાં વેપારીની હત્યા કરી દીધી હતી. ઈન્સ્પેક્ટરના કહેવા મુજબ અારોપીને 7 દિવસના રિમાન્ડ પર લેવામાં અાવ્યો છે. મૂળે તે બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે. 

ગાંધીધામના ભંગારના વેપારીનો હત્યારો અલી અંસારી અંતે ઝડપાયો

યુઝડ ક્લોથના યુવા વેપારી સચિન ધવની ખંડણી માટે હત્યા કરાઈ હતી

અફરોઝની સચિન સાથે વેપારી હરીફાઇને લીધે ગોળી ધરબી દીધી હતી

2014માં સચિને અફરોઝ પર કરાવ્યો હતો 1 કરોડની ખંડણી માંગવાનો કેસ

ગાંધીધામમાં રહેતા 29 વર્ષીય સચિન મ્રુત્યુજંય ધવનએ યુઝડ ક્લોથના વેપારી હતા. તેમની ગાંધીધામ જીઆઈડીસીમાં વ્યાસાયીક પ્રતિષ્ઠાન હતુ. 2015માં મુળ હરીયાણાના પાનીપતના અફરોઝ અન્સારી નામ વ્યક્તિએ 1 કરોડથી ખંડણી આપવા માટે તેમને ધમકી આપી હતી. જે અંગે પોલીસ મથકે તેમણે જાણ પણ કરી હતી. પરંતુ ત્યારબાદ 1 ઓગસ્ટ, 2016ના સાંજના સમયે સચિન ધવન પોતાની જીઆઈડીસીની ફેક્ટરી બહાર નિકળીને પોતાની કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ નજીકથી ફાઈરીંગ કરીને તેની હત્યા નિપજાવી હતી. ઘટનામાં મુખ્ય ષડયંત્ર કારી પોલીસ અફરોઝ અન્સારીને આજીવન કેદની સજા સેશન કોર્ટૅ આપી હતી, પરંતુ તેને હાઈકોર્ટે તાજેતરમાં જામીન પર છોડી મુક્યો હતો. સચિન ધવને અફરોઝ અન્સારી સામે 2014માં પણ ખંડણી વસુલવાનો કેસ કર્યો હતો, જે અંગે બાદમાં સમાધાન થયુ હતુ. પરંતુ 2016માં તેણે ખંડણી આપવાની ના પાડીને પોલીસમાં ફરિયાદ બાદ હત્યા કરાઈ હતી. તેને હત્યા બાઈક પર આવીને રીંકુ રામપાલ અને અફરોઝના ભાઈ અલીએ કરી હતી.

પહેલા લાંબા વાળ હતાં, હત્યા પછી મૂંડન કરાવ્યું

અલી પહેલા લાંબા લાંબા વાળ રાખતો હતો. વેપારીની હત્યા પછી ગાંધીધામથી તે ભાગ્યો હતો અને ટકલો રહેવા લાગ્યો હતો. હાલમાં તે લશ્કરી જવાનની જેમ નાના નાના વાળ રાખતો હતો. અોળખાણ ન થઇ જાય અેવો તેનો હેતુ હતો. હત્યા પછી તેનો મોટો ભાઇ અફરોઝ ઉત્તર પ્રદેશના બાગપતથી પકડાઇ ગયો હતો. તેને ઉમ્રકેદની સજા થઇ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here