અલ્ટ્રાટેક માઇનિંગના વિરોધમાં ભાવનગર બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

0
20

ભાવનગર:  શહેરમાં હમારા સંગઠન, સમસ્ત કોળી સમાજ દ્વારા નીચા-ઉચા કોટડામાં અલ્ટ્રાટેક માઇનિંગના વિરોધમાં ગામલોકો પર થયેલા પોલીસ દમનને લઇને ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોળી સમાજ શહેરની બજારો બંધ કરવા નીકળ્યા છે. પરંતુ કેટલાય વિસ્તારોમાં વેપારીઓએ સવારથી દુકાનો ખોલી નાંખી છે.

કોળી સમાજના ખેડૂતો સામે ખોટા કેસ કરી મહિલાઓ સહિતનાઓ પર પોલીસ દ્વારા કરવામા આવેલ લાઠીચાર્જની ઘટના અને 92 લોકોને જેલમા પૂરવાના બનાવને સખ્ત શબ્દોમા વખોડી કાઢ્યો છે. આ મામલે આજે ગુરૂવારે શહેરના જશોનાથ ચોકમાં આવેલ આંબેડકરના સ્ટેચ્યુથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગર્ત ભાવનગર પોલીસ દ્વારા 3 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ, ગેસ ગનમેન, હથિયારધારી પોલીસ અને વીડિયો-ફોટોગ્રાફર સહિતનો કાફલા દ્વારા ચૂસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here