અલ્પેશના નજીક ગણાતા ધારાસભ્યએ કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસને આપી ખુલ્લી ચૅલેન્જ

0
0

અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરાવવા માટે કોંગ્રેસનું ડેલીગેશન આજરોજ ફરી એકવાર વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યું હતું. અગાઉ વિધાનસભા સચિવને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. આ ડેલિગેશને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની વાત કરી હતી.

અલ્પેશ વિરૂદ્ધ પગલાં લેવાશે તો…

ત્યારે આ મામલે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભુતકાળમાં જેણે પાર્ટી વિરુધ્ધ કામ કર્યું હોય એવા વિરુધ્ધ કામ કરવું જોઇએ. કોંગ્રેસનું કામ જનતાને ગુમરાહ કરવાનું છે.

અલ્પેશ ઠાકોરનું કદ મોટું થાય છે ત્યારે તેને પાડવાની વાત છે, અલ્પેશે કોઈ એવું કૃત્ય નથી કર્યું કે તેમના પર પગલા લેવાય અને જો જો અલ્પેશ ઠાકોર પર કોઈ એકશન લેવાશે તો ગુજરાતની પ્રજા માફ નહી કરે.

કોંગ્રેસને ચીમકી
તો આ સાથે પોતાની વાત કરતા ધવલસિંહે કહ્યું હતું કે, પાર્ટી અમારી વિરુધ્ધના પુરાવા આપે, જે મતદારોએ અમને ચુંટયા છે તેમનો વિશ્વાસ અમે નહીં તુટવા દઈએ અને કોંગ્રેસને ચીમકી આપતા ધવલસિંહે કહ્યું કે, મારી નારાજગીનું પરિણામ કોંગ્રેસ પાર્ટીએ ભોગવવું પડશે. ત્યારે હવે આ મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.

ભાજપમાં જોડાવાની અટકળો શરૂ
પક્ષમાંથી લાંબી નારાજગી બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે શંકર ચૌધરી સાથેની મુલાકાત બાદ અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઇ રહી હતી, જોકે લોકસભા ચૂંટણી સુધી અલ્પેશ ભાજપમાં ન જોડાતા તે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ આવી ગયું હતું, પરંતુ ફરી એકવાર અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે.

નવનિર્મિત બંગલાના વાસ્તુમાં ભાજપના નેતાઓની હાજરી

સોમવારે રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં વાસ્તુ હતું. આ સમયે જીતુ વાઘાણી અને પ્રદિપસિંહે હાજરી આપી હતી. ત્યારે હવે અલ્પેશ ઠાકોર સાથે જીતુ વાઘાણી અને પ્રદિપસિંહની મુલાકાત બાદ ફરી એકવાર અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here