Sunday, October 24, 2021
Homeઅલ્પેશની જેલમુક્તિ સહિત વિવિધ માંગને લઇ સુરતમાં પાસની સભા યોજાશે, હાર્દિક હાજર...
Array

અલ્પેશની જેલમુક્તિ સહિત વિવિધ માંગને લઇ સુરતમાં પાસની સભા યોજાશે, હાર્દિક હાજર રહેશે

સુરતઃ પાસ નેતા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, આંદોલનકારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા, ખેડૂતોને દેવા માફી સહિતની માંગણીઓ સાથે ફરી એકવાર પાસ અગ્રણી યુવાનો સરકારને ઘેરવાની રણનિતી બનાવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ 3જી માર્ચનાં રોજ સાંજે 5 કલાકે મોટાવરાછા, સુદામા ચોક ખાતે લોક અધિકાર સભા યોજી ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરશે. જેમાં હાર્દિક પટેલ હાજર રહેશે.

પાસ નેતા અલ્પેશ કથીરિયાના જામીન બાદ ફરીથી ધરપકડ કરી હતી. આ પાસ નેતાની જેલમુક્તિ સહિત વિવિધ માંગણીઓને લઈને પાટીદાર યુવાનો ફરીથી મેદાનમાં ઉતરવા તૈયારી કરી છે. મોટા વરાછા ખાતે યોજાનાર સભામાં પાસ નેતા હાર્દિક પટેલ પણ હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીંય છે કે, સપ્તાહ અગાઉ જ પાસ સાથે સંકળાયેલ મોટાવરાછાનાં 11 યુવાનોની ટીમે કલેક્ટરને આવેદન પાઠવી વડાપ્રધાનની મુલાકાત માટે સમય માંગ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments