અલ્પેશે પોલીસને અપશબ્દો કહ્યા ત્યારે જ ગુનો કેમ ન નોંધ્યો?: વકીલની દલીલ

0
11

સુરત: અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા પોલીસે કરેલી અરજી પર શુક્રવારે સરકાર પક્ષ દ્વારા દલીલ કરાઇ હતી. બચાવ પક્ષના વકીલે જ્યારે અલ્પેશે પોલીસને અપશબ્દો કહ્યા તે જ સમયે ગુનો કેમ ન નોંધ્યો તેવી દલીલ કરી હતી. આ અરજી પર હવે તા.15 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.

અલ્પેશ કથીરિયાની જામીન રદ્દ કરવા પોલીસે કરેલી અરજી પર શુક્રવારે સરકાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે, સભ્ય ગણાતા સમાજમાં તોછડાઇ તથા પોલીસ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અલ્પેશ કથીરિયાએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કર્યો છે. જેથી તેના જામીન રદ થવા જોઇએ. બચાવ પક્ષના વકીલ યશવંતસિંહ વાળાએ દલીલ મુકી હતી કે, પોલીસ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો તે એકશનનું અલ્પેશ કથીરિયાનું રિએકશન હતું. પોલીસે આ ઘટનામાં જે તે સમયે ફરિયાદ કેમ દાખલ ન કરી કેમ સાડા ત્રણ વર્ષ સુધી અલ્પેશ કથીરિયા ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ ન કર્યો એવી દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટએ આ અરજીની સુનાવણી તા.15 જાન્યુઆરી પર મુલતવી રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here