Friday, December 3, 2021
Homeઅલ્પેશ અને હાર્દિકને આ કદાવર નેતાએ પાર્ટીમાં જોડાવાનું આપ્યું આમંત્રણ, કહ્યું યુવાઓ...
Array

અલ્પેશ અને હાર્દિકને આ કદાવર નેતાએ પાર્ટીમાં જોડાવાનું આપ્યું આમંત્રણ, કહ્યું યુવાઓ આવકાર્ય

લોકસભાની ચૂંટણી નજીકમાં જ છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજનીતિમાં હવે નવી ઈનિંગ શરૂ કરી છે. શંકરસિંહ વાઘેલા વિધિવત્ રીતે એનસીપીમાં જોડાયા છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે બાપુને ખેસ પહેરાવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ શરદ પવારે નેશનલ જનરલ સેકટરીની જવાબદારી સોંપી છે. એનસીપીમાં જોડાતાં જ શંકરસિંહે પીએમ મોદી પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે આજે દેશમાં ભયનું વાતાવરણ છે. ભાજપ લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર માત્ર જુઠાણા ચલાવી રહ્યી છે. શંકરસિંહ વાઘેલા પોતે લોકસભાની ચૂંટણી ગોધરા અથવા તો સાબરકાંઠામાંથી લડી શકે છે. હવે ગુજરાતમાં શંકરસિંહ જ્યાં કોંગ્રેસ મજબૂત છે એ સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. જેને પગલે કોંગ્રેસની સીટ તો ઘટશે અને કોંગ્રેસમાં ન રહી રાજ્યસભામાં નુક્સાન પહોંચાડનાર શંકરસિંહને જીતાડવા માટે કોંગ્રેસે પ્રયત્નો કરવા પડશે. આમ આડકતરો ભાજપ માટે શંકરસિંહ સારો વિકલ્પ છે. આજે એનસીપીના શરદ પવાર અને પ્રફુલ્લ પટેલની હાજરીમાં શંકરસિંહ એનસીપીમાં સત્તાવાર જોડાઈ ગયા છે. જેઓએ જોડાતાંની સાથે જ મોદીને ઝાટક્યા છે.

દેશના યુવા એનસીપીમાં જોડાય તે આવકાર્ય

એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે દેશની સ્થિતિમાં નોન ભાજપ પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો પ્રયાસ છે. શંકરસિંહ જોડાયા બાદ તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના એનસીપીમાં જોડાવા અંગેના સવાલમાં કહ્યું કે દેશના યુવા એનસીપીમાં જોડાય તે આવકાર્ય છે.

શંકરસિંહે સંબોધન કરીને ભાજપને કમિશનવાળી પાર્ટી ગણાવી

શંકરસિંહ વાઘેલા વિધિવત રીતે એનસીપીમાં જોડાયા છે. જેને લઈ એનસીપીએ સ્નેહમિલન સમારોહ યોજયો હતો. જેમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, નેતા પ્રફુલ પટેલ, પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં શંકરસિંહે સંબોધન કરીને ભાજપને કમિશનવાળી પાર્ટી ગણાવી હતી. સ્નેહમિલન સમારોહમાં પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન પર શોક વ્યક્ત કરીને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments