Monday, October 25, 2021
Homeઅલ્પેશ કથિરીયાના જામીન માટે સુરત પાસના કન્વીનર ધાર્મિક સહિત બેનાં આમરણાંત ઉપવાસ
Array

અલ્પેશ કથિરીયાના જામીન માટે સુરત પાસના કન્વીનર ધાર્મિક સહિત બેનાં આમરણાંત ઉપવાસ

સુરતઃરાજદ્રોહના ગુનામાં જામીન રદ થતા હાલ અલ્પેશ કથિરીયા અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે. પાસ દ્વારા અને અલ્પેશ દ્વારા હાઈકોર્ટમાં તેના કેસની સુનાવણી અટવાતી હોવાના આરોપો મુકવામાં આવ્યાં છે. ત્યારે અલ્પેશ કથિરીયાને વહેલી તકે જામીન આપવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે સાડા પાંચ વાગ્યાથી સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા આમરણાંત ઉપવાસ પર બેઠા છે. સવજી કોરાટ બ્રીજ પાસે નાના વરાછા ઢાળ ખાતે આવેલી રૂક્ષ્મણી સોસાયટીની વાડી પાસેના સંજીવની હનુમાનજી મંદિર પાસે ઉપવાસ પર બેઠેલા કાર્યકરના સમર્થનમાં પાસના અન્ય કાર્યકરો પણ જોડાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments