Tuesday, December 7, 2021
Homeઅલ્પેશ કથીરિયા મિત્રના લગ્નમાં હાજર રહ્યો, સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
Array

અલ્પેશ કથીરિયા મિત્રના લગ્નમાં હાજર રહ્યો, સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

સુરતઃ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથીરિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અમરોલી રાજદ્રોહ કેસમાં શરતી જામીન રદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વિવિધ જગ્યાએ તેને શોધતી હતી.

110 દિવસ જેલમાં રહ્યો હતો

મળતી માહિતી પ્રમાણે, અમરોલી રાજદ્રોહના કેસમાં 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. જોકે, જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા બાદ અલ્પેશ વિરુદ્ધ ઉપરા-છાપરી 5 ગુનો નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યારબાદ અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લીધા હતા. દરમિયાન અલ્પેશ સુરતના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવ્યો હોવાથી જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.

કોર્ટમાં રજૂ કરાશે

અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી સુરત ખાતે આવેલી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોર બાદ અલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને રાજદ્રોહ કેસમાં ફરી લાજપોર જેલમાં મોકલવામાં આવે તેની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

બે ઓડિયો વાઈરલ થયા હતા

અલ્પેશ કથીરિયા પોલીસ પકડથી દૂર હતો અને પોલીસ દ્વારા તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લેવામાં આવતા સોશિયલ મીડિયામાં બે ઓડિયો ક્લિપ વાઈરલ કરી હતી. અને અલ્પેશ ધરપકડ ટાળવા માટે વકીલ મારફત હાઈ કોર્ટમાં બચાવ માટે ક્રીમિનલ રિવિઝન અરજી કરી હતી. જે હાલ પેન્ડિંગ છે.

જામીન માટે ઉપવાસ

પાસના કાર્યકરો દ્વારા અલ્પેશને જામીન મળે તે માટે ગવર્નર ઓ.પી. કોહલીને પત્ર લખીને મદદ માંગી હતી. જોકે, ત્યારબાદ પાસના બે આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગત રોજ ઉપવાસ પર ઉતરેલા ધાર્મિક માલવિયાની તબિયત પણ લથડી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments