અલ્પેશ ઠાકોર વિરુધ્ધ અરજીનો મામલો, નોટિસ ન મળી હોવાનો અશ્વિન કોટવાલનો દાવો

0
60

અલ્પેશ ઠાકોરને પદ પરથી સસ્પેન્ડ કરવા માટે કરેલી અરજીમાં ક્ષતિઓ હોવાનું અને આ મામલે નોટિસ આપવામાં આવી હોવાની વાતને અશ્વિન કોટવાલ ફગાવી રહ્યા છે. અશ્વિન કોટવાલે નોટિસ ન મળી હોવાનો દાવો કર્યો છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષને આજે અશ્વિન કોટવાલ રજૂઆત કરશે.

મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરને પદ પરથી સસ્પેન્ડ કરવાની અશ્વિન કોટવાલે અરજી આપી હતી. જેમાં ક્ષતિ હોવાનું સામે આવતાં વિધાનસભા અધ્યક્ષે અશ્વિન કોટવાલને નોટિસ આપી હતી. જોકે આ નોટિસ ન મળી હોવાનો અશ્વિન કોટવાલ દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્ય પદ રદ કરવાના મામલે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે વિધાનસભના સચિવ ડીએમ પટેલ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્ય પદ દૂર કરવાની અરજી બાબતે ચર્ચા કરી હતી. જો કે અશ્વિન કોટવાલે તે સમયે જણાવ્યું હતું કે આ બધા પાછળ કોઇ ચાલ અને સમય પસાર કરવાનો ઇરાદો હોય તેવુ લાગી રહ્યું છે. અશ્વિન કોટવાલે કહ્યું હતું કે ધારાસભ્ય એ હોદ્દો નથી પદ છે.

આમ રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાનાં અધ્યક્ષને રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે કોઈ જ કાર્યવાહી નાં થતા વિધાનસભાનાં દંડક અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને બચાવવા માટે કરામત કરાતી હોવાનો આક્ષેપ અગાઉ કર્યો હતો.

અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે દંડક સહીત કોંગ્રેસ અગ્રણીઓએ રજૂઆત કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે દંડક અશ્વિન કોટવાલને રજીસ્ટર એડીથી પત્ર લખ્યો હતો. જો કે આ પત્ર મોકલ્યાના થોડા દિવસ થઇ ગયા બાદ પત્ર ના મળતા અશ્વિન કોટવાલે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં વિધાનસભાના અધ્યક્ષની ઓફિસની કામગીર સામે સવાલો ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here