અવંતિકાએ નામ પાછળથી પતિ ઈમરાનની ખાન સરનેમ હટાવી

0
40

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનના ભાણીયા ઈમરાન ખાનનું લગ્નજીવન તૂટવાની અણી પર છે. ઈમરાન તથા અવંતિકા મતભેદોને કારણે હવે અલગ-અલગ રહે છે. જોકે, બંને વચ્ચે સમાધાન થાય તે માટે પરિવારના પ્રયાસો ચાલુ છે. જોકે, આ દરમિયાન અવંતિકાએ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પોતાની નામ પાછળ લખેલી ખાન સરનેમ હટાવી દીધી છે.

ઈન્સ્ટામાં માત્ર પોતાનું નામ
અંવિતકાએ પહેલાં ઈન્સ્ટાગ્રામમાં પોતાનું નામ ‘અવંતિકા મલિક ખાન’ રાખ્યું હતું. જોકે, હવે માત્ર ‘અવંતિકા મલિક’ જ છે. ખાન સરનેમ હટાવી લીધી છે. આ વાતથી પણ ખ્યાલ આવે છે કે ઈમરાન અને અવંતિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે.

માતાએ ડિવોર્સની વાતને અફવા ગણાવી
અવંતિકાની માતાએ એક એન્ટરટેઈન્મેન્ટ ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં સ્વીકાર કર્યો હતો કે દીકરી તથા જમાઈના સંબંધો હાલમાં સારા નથી પરંતુ ડિવોર્સની વાતને ખોટી ગણાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દીકરીનું લગ્નજીવન પહેલાં જેવુ થઈ જશે.

અવંતિકા પતિના ઘરે નથી રહેતી
ચર્ચા છે કે છેલ્લાં કેટલાંક સમયથી અવંતિકા તથા ઈમરાન વચ્ચે અનેક પ્રકારના વિવાદો શરૂ થઈ ગયા છે. બંને વચ્ચેના મતભેદો સામે આવી રહ્યાં છે. અવંતિકા હવે ઈમરાન ખાનના પાલી હિલ સ્થિત ઘરમાં પણ રહેતી નથી. હાલમાં અવંતિકા પોતાના પેરેન્ટ્સ સાથે રહે છે.

2011માં લગ્ન કર્યાં હતાં
ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષના ડેટિંગ બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. 2014માં અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન છેલ્લે 2015માં ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2018માં ઈમરાન ખાને શોર્ટ ફિલ્મ ‘મિશન માર્સઃ કિપ વોકિંગ ઈન્ડિયા’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 20 મિનિટની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here