Thursday, November 30, 2023
Homeઅમદાવાદઅ'વાદ : સાણંદના પ્રાંત ઓફિસરે પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો

અ’વાદ : સાણંદના પ્રાંત ઓફિસરે પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો

- Advertisement -

અમદાવાદ ગ્રામ્યમાં આવતાં સાણંદથી દુખદ સમાચાર આવ્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આરકે પટેલે આજે વહેલી સવારે સાણંદ ખાતે પોતાના ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને મોડી રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા અને આજે વહેલી સવારે તેમણે આપઘાત કરી લીધો હતો.

મીડિયાની માહિતી અનુસાર, આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેમના આપઘાત બાદ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. અચાનક આપઘાત કરી લેવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક આપઘાત બાદ આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના સાણંદ SDM રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી છે, જેમાં ફ્લેટના પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. એમાં પ્રેરણાતીર્થ સોસાયટી પાસેની ઘટના છે. થોડા સમય પહેલાં જ સાણંદ પોસ્ટિંગ થયું હતું, જેમાં સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ અમદાવાદના સાણંદના પ્રાંત ઓફિસર હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular