અશોક લવાસાનો ખુલાસો-સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ લખ્યો હતો પત્ર, છતા એક્શન નહીં

0
11

મોદી-શાહને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ક્લીનચીટ આપવા પર વિરોધ કરનાર ચૂંટણી કમિશ્નરે ચૂંટણી પંચને લઇને મોટા ખુલાસા કર્યા છે.

ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે વિલંબ પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા આ સંબંધમાં ફરિયાદ મામલે પારદર્શિતા અને સમયબદ્ધ રીતે કરવા નિર્દેશ કર્યો હતો.

15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ મામલે નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી પર પૂછ્યું હતું કે શું ચૂંટણી પંચ સવાલો પર તપાસ કરી રહી છે. તેના બાદ ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી, સપા નેતા આઝમખાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ સાંસદ મેનકા ગાંધી વિરુદ્ધ સાંપ્રદાયિક ટિપ્પણી માટે ચૂંટણી પ્રચાર પર અસ્થાઇ પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો હતો.

અશોક લવાસાએ કહ્યું, ‘સુપ્રીમ કોર્ટના આ વલણના ત્રણ દિવસ બાદ મે આદર્શ આચાર સંહિતાના મામલે મજબૂત અને યોગ્ય કાર્યવાહી કરવા નોટ લખી હતી. છતા આ દિશામાં કોઇ કાર્યવાહી થઇ નહોતી’. લવાસાએ કહ્યું કે તેમની સલાહ પર કાર્યવાહી ન થતા તેના વિરોધમાં મેં આદર્શ આચાર સંહિતા પર યોજાનારી બેઠકોમાં સામેલ થવા ઇનકાર કર્યો હતો.

મંગળવારે ચૂંટણી પંચની યોજાનારી બેઠકની પૂર્વ અશોક લવાસાએ પોતાની એ વાતને સાચી બતાવી. જેમા તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચના અંતિમ નિર્ણયમાં અલ્પસંખ્યક મતને પણ સામેલ કરવા જોઇેએ. લવાસાએ કહ્યું, ‘જો ચૂંટણી પંચનો નિર્ણય બહુમતને આધારે લેવામાં આવે છે તો તેમા જો અલ્પસંખ્યક મત સામેલ નથી કરતા તો તેનો શું અર્થ રહેશે’?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here