અશોક લેલેન્ડને ગુજરાત એસટીને 1290 બસ પુરી પાડવાનો ઓર્ડર મળ્યો

0
0

ચેન્નાઈઃ ભારતના સૌથી મોટા બસ મૅન્યુફેક્ચરર અશોક લેલેન્ડને GSRTC(ગુજરાત સ્ટેટ રોડવે કોર્પોરેશન) માટે 1290 બસ પુરી પાડવાનો ઓર્ડર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કંપનીને વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી 2580 બસ પુરી પાડવનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

આ અંગે અશોક લેલેન્ડના મેનેજિંગ ડાયરેક્ટર વિનોદ કે દેરાસરીએ જણાવ્યું હતું કે અમને ગુજરાત સ્ટેટ રોડવે કોર્પોરેશન તરફથી જે ઓર્ડર મળ્યો છે, તેનાથી અમે ખુશ છીએ. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે બસમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને ઈનોવેશન અમને દેશના માર્કેટમાં અગ્રણી સ્થાન જાળવી રાખવામાં મદદરૂપ થશે.
કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ સંજય સરાસ્વતે જણાવ્યું હતું કે આ આર્ડરના પગલે અમને સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી મળેલા બસના ઓર્ડરની સંખ્યા 3000 થશે. આ ઓર્ડરની સંખ્યા જ બસની ક્વોલિટીનો પરિચય આપે છે. ઈન્ડસ્ટ્રીમાં કંપની સૌથી સારામાં સારો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત કંપની પ્રોડક્સની બજાર કિંમત પણ વ્યાજબી લે છે.
અશોક લેલેન્ડ બસ મૅન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. જયારે દેશમાં તે પ્રથમ ક્રમે છે. આ ઓર્ડરના પગલે કંપનીને માર્કેટમાં અગ્રેસર સ્થાન જાળવી રાખવામાં પણ મદદ મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here