અશ્લીલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપે છે નેશનલ એનક્વાઈરર: જેફ બેજોસ

0
31

વોશિંગ્ટન: એમેઝોનના સીઈઓ જેફ બેજોસે નેશનલ એનક્વાઈરર ટેબલોઈડ પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. બેજોસે કહ્યું છે કે, નેશનલ એનક્વાઈરરના વકીલે મારી અને પૂર્વ ટીવી એન્કર લોરેન સાંચેજની અશ્લીલ તસવીરો સાર્વજનિક કરવાની ધમકી આપી છે. મેગેઝીનના વકીલે મારા વકીલને ઈમેલ કરીને ધમકી મોકલી છે.

નેશનલ એનક્વાઈરર ખોટું બોલવાનું દબાણ કરી રહ્યા છે- બેજોસ
  • બેજોસનું કહેવું છે કે, તેઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે, નેશનલ ઈનક્વાઈરરને તેમના અને સાંચેજના અંગત મેસેજ અને તસવીરો કેવી રીતે મળી. મેગેઝીનના પબ્લિશર ઈચ્છે છે કે, હું આ તપાસ બંધ કરી દઉં.
  • બેજોસે ગુરુવારે એક બ્લોગ પોસ્ટ કરીને કહ્યું કે, નેશનલ એનક્વાઈરરનો પબ્લિશર એએમઆઈ ઈચ્છે છે કે, હું પબ્લિકલી કહું કે, મારા ડિવોર્સ અને સાંચેજ સાથેના સંબંધોના કવરેજ પાછળ કોઈ રાજકીય હેતુ નહતો. એએમઆઈના કવરેજને બેજોસના સિક્યોરિટી ચીફ થોડા દિવસ પહેલાં રાજકિય પ્રેરિત ગણાવ્યું હતું.
  • નેશનલ એનક્વાઈરર ટેબલોઈડે ગયા મહિને ખુલાસો કર્યો હતો કે, બેજોસના પૂર્વ ટીવી એન્કર લોરેન સાંચેજ સાથે સંબંધો છે. તેથી જ તેઓ પત્નીથી ડિવોર્સ લઈ રહ્યા છે. બેજોસે થોડા સમય પહેલાં પત્ની મેકેંજીસાથે ડિવોર્સની જાહેરાત કરી હતી.
દાવો: બેજોસે 455 કરોડના જેટમાં સાંચેજને ફેરવી છે
  • ધી એનક્વાઈરરે કહ્યું હતું કે, 4 મહિનામાં તેની ટીમે બેજોસને 5 રાજ્યોમાં 40,000 મીલની અંતર સુધી ટ્રેક કર્યો હતો. ટેબલોઈડે આ વાતના પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે કે બેજોસે 455 કરોડ રૂપિયાના તેના પ્રાઈવેટ જેટમાં સાંચેજને ઘણાં શહેરોમાં ફેરવી હતી. મેગેઝીને બેજોસ અને સાંચેજની ડેટિંગની તસવીરો પણ પબ્લિશ કરી છે.
  • મેગેઝીને એવો પણ દાવો કર્યો છે કે, છેલ્લા અમુક મહિનાઓમાં બેજોસે સાંચેજને ઘણી અશ્લિલ તસવીરો અને મેસેજ પણ મોકલ્યા છે. ટેબલોઈડનું કહેવું છે કે, તેઓ 11 પેજના રિપોર્ટમાં દરેક ફોટા દર્શકો સુધી પહોંચાડશે.
અંગત તસવીરો પ્રકાશિત ન થવી જોઈએ

બેજોસે એએમઆઈપર પત્રકારિતાનો વિશેષ અધિકારનો દૂરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. બેજોસે કહ્યું કે, તેઓ નથી ઈચ્છતા કે તેમની અંગત તસવીરો પ્રકાશિત થાય. પરંતુ તેઓ એએમઆઈની બ્લેકમેલિંગ, રાજકીય પક્ષતા અને ભ્રષ્ટાચારમાં સામેલ નહીં થાય. બેજોસે કહ્યું કે, હું તેમની સામે લડવાનું પસંદ કરીશ. પછી જોઉં છું શું થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here