Tuesday, December 7, 2021
Homeઅશ્વિનીકુમાર-કતારગામ રેલ્વે બ્રિજના કામમાં પોલંપોલનો કોર્પોરેટરનો આક્ષેપ
Array

અશ્વિનીકુમાર-કતારગામ રેલ્વે બ્રિજના કામમાં પોલંપોલનો કોર્પોરેટરનો આક્ષેપ

સુરતઃ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી બીઆરટીએસ ફેઝ-2 હેઠળ અશ્વિનીકુમાર, સરસ્વતી સર્કલથી કતારગામને જોડતાં 36.50 કરોડનાં ખર્ચે રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય વર્ષ 2013માં હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાના વિકાસ કામગીરી કેટલી મજબૂત અને યોગ્ય છે, તેની પોલ માત્ર સવા વર્ષમાં જ કુલી જવા પામી છે. સપ્ટેમ્બર, 2017માં રાજ્યકક્ષાનાં મંત્રી નાનુભાઈ વાનાણીનાં હસ્તે ખુલ્લાં મુકાયેલા આ ઓવરબ્રિજની કામગીરીમાં થયેલ ગોબાચારીને કારણે અત્યાર સુધીમાં બ્રિજમાં ત્રણ વખત ગાડબા પડી ચૂક્યાં છે. બ્રિજનાં એપ્રોચમાં ભુવો પડે એ તો ઠીક પરંતુ, આરસીસીનાં સ્પાનમાં પણ સળિયા દેખાવા લાગે એ મોટી નવાઈની બાબત છે.

પાલિકાનાં અધિકારીઓ-કર્મચારીઓ અને કામનાં ઈજારદાર દ્વારા અત્યંત બેદરકારી ભરેલ અને ભારોભાર ભ્રષ્ટ્રાચાર આચરીને કામગીરી કરવામાં આવી હોવાનું સાબિત થઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, અશ્વિનીકુમાર-કતારગામને જોડતાં બ્રિજ પર છ મહિના અગાઉ બ્રિજનાં એપ્રોચમાં ભુવો પડ્યો હતો, બાદમાં બ્રિજ ઉપર આરસીસીનાં સ્પાનમાં પણ ગાબડું પડતાં સળિયા દેખાઇ ગયા હતાં. જ્યારે તાજેતરમાં જ અશ્વિનીકુમાર સર્કલ ઉતરતાં બ્રિજનાં છેડે ફરી એકવાર ગાબડું પડતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું.

આ અગાઉ બંને ગાબડાને લઈને મનપાનાં અધિકારીઓએ રાતોરાત ગાબડાનું સમારકામ કરી બ્રિજની કામગીરીમાં થયેલ ગોબાચારી પર લીપાપોતી કરી હતી. બ્રિજની કામગીરીમાં થયેલી બેદરકારીને લઈને બ્રિજ પરથી સિમેન્ટ-કોંક્રિટનાં સેમ્પલ લઈ વિજીલન્સ તપાસ કરી કામનાં ઈજારદાર, પીએમસી, ટીપીઆઈ સહિત પાલિકાનાં જે-તે ખાતાનાં જવાબદાર અધિકારી-કર્મચારી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા માંગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments