Tuesday, September 28, 2021
Homeઅશ્વિને બટલરને માંકડેડ આઉટ કરતા રાજસ્થાન જીતથી 14 રન દૂર રહી ગયું
Array

અશ્વિને બટલરને માંકડેડ આઉટ કરતા રાજસ્થાન જીતથી 14 રન દૂર રહી ગયું

સ્પોર્ટ્સ ડેસ્ક: 185 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સને મેચ જીતવા 43 બોલમાં 77 રનની જરૂર હતી અને તેની 9 વિકેટ હાથમાં હતી. જોસ બટલર 43 બોલમાં 69 રને રમી રહ્યો હતો. રાજસ્થાન આરામથી મેચ જીતી જશે તેમ જણાતું હતું. પરંતુ જેમ કહેવામાં આવે છે તેમ ક્રિકેટ અન-સ્ક્રિપ્ટેડ ડ્રામા છે. અશ્વિને બટલરને માંકડેડ (બોલ રિલીઝ કર્યા પહેલા ક્રિઝની બહાર નીકળ્યો હતો) આઉટ કરી મેચનું રૂપ બદલી નાખ્યું હતું. તે પછી રાજસ્થાને 62 રનમાં 7 વિકેટ ગુમાવતા 14 રને હારનો સામનો કરવો પડ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ માટે મુજિબ ઉર રહેમાન, અંકિત રાજપૂત અને સેમ કરને 2-2 વિકેટ લીધી હતી.

 

અશ્વિન અને રહાણેએ પોતાનો મત રજૂ કર્યો

મેચ પછી રાજસ્થાન રોયલ્સના કેપ્ટ્ન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે અમે આ કોન્ટ્રોવર્સી ઉપર કમેન્ટ કરવા માંગતા નથી. મેચ રેફરી જે પણ નિર્ણય લેશે તેને અમે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે સ્વીકારી લેશુ.

બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટ્ન રવિ અશ્વિને કહ્યું હતું કે, “હું આ અંગે આર્ગ્યુમેન્ટ કરવા માંગતો નથી. મે જે પણ કર્યું તે ઇન્સ્ટિક્ટિવ હતું. મે બોલ રિલીઝ નહતો કર્યો અને તે ક્રિઝની બહાર જતો રહ્યો હતો. હું ક્રિઝ સુધી પણ આવ્યો નહતો અને તે બહાર હતો.”

માંકડેડ: 13 ડિસેમ્બર 1947ના સિડની ખાતે ભારતીય બોલર વિનૂ માંકડે પહેલી વાર કોઈ બેટ્સમેનને આ રીતે રન-આઉટ કર્યો હતો. માંકડે ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને પોતાની રન-અપ વખતે ક્રિઝને બહાર જોતા રન-આઉટ કર્યો હતો. તે પછી આ રીતે કોઈ બેટ્સમેન આઉટ થાય તો તેને માંકડેડ કહેવામાં આવે છે. આ ઘટના પછી ઓસ્ટ્રેલિયન મીડિયાએ માંકડની ખૂબ ટીકા કરી હતી. જોકે ત્યારે સર ડોન બ્રેડમેને માંકડનો પક્ષ લેતા આ મોડ ઓફ વિકેટને યોગ્ય ગણાવી હતી.

કપિલ દેવ પણ આ રીતે આઉટ કરી ચૂક્યા છે

1992/93માં કપિલ દેવે દક્ષિણ આફ્રિકાના પીટર કર્સ્ટનને પોર્ટ એલિઝાબેથ ખાતેની વનડેમાં માંકડેડ કર્યા હતા. તે પછી બંને વચ્ચે ભારે બોલા-ચાલી પણ થઇ હતી.

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments