Monday, September 20, 2021
Homeઅષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ પ્રથમવાર પ્રખ્યાત પટોળાના વાઘા...
Array

અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ પ્રથમવાર પ્રખ્યાત પટોળાના વાઘા પહેરશે

પાટણઃ અષાઢી બીજે પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 137મી ભવ્ય રથયાત્રા ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મંદિરમા રંગ રોગાન અને 450 કિલો મગ અને ચણાની પ્રસાદીની સાફ સફાઈ કરાઈ રહી છે. પ્રથમ વખત ભગવાન પાટણના પ્રખ્યાત પટોળાના વાઘા પહેરશે જગન્નાથપુરીમાં ભગવાન જે કાપડના વાઘા પહેરવાના છે તે જ કાપડના વાઘા પાટણમાં ભગવાન રથયાત્રામાં પહેરશે. ભગવાનના વાઘા બનાવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે.

દેશમાં જગન્નાથપુરી અમદાવાદ બાદ પાટણમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત ભવ્ય રથયાત્રા નીકળે છે 4 જુલાઈ એ પાટણમાં રોકડીયા ગેટ જગદીશ મંદિરથી ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની 137મી રથયાત્રા નીકળશે ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર પંથકમાંથી હજારો લોકો ઉમટશે યાત્રામાં બે હાથી 40 લારીમાં વિવિધ વેશભૂષા ઓ સાથે ઝાંખીઓ મળી કુલ 112 જેટલી ઝાખીઓ યાત્રામાં જોડાશે.

યાત્રાની પૂર્વતૈયારીઓના ભાગરૂપે મંદિર નું રંગરોગાન પરિસરની સાફ-સફાઈ તેમજ યાત્રાના રૂટ પર કમાનો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉપરાંત યાત્રામાં દર્શનાર્થીઓ માટે 450 કિલો મગ અને ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે બહેનો દ્વારા તેની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. એકમના દિવસે વ્હાલાના વધામણાંનું મંગલમય મામેરૂ અને મહાઅભિષેકના શુભ પ્રસંગના યજમાન પદનો એક્ટિવ ગૃપ ઓફ પાટણના પ્રમુખ હિતેશ નવીનચંદ્ર રાવલ પરિવારે લાભ લીધો છે ત્યારે ભગવાન જગન્નાથજીને મામેરાનું આમંત્રણ આપવા માટે હિતેશ રાવલ અને તેમના ધર્મ પત્ની એ મંદિર ખાતે ભગવાન સમક્ષ આમંત્રણ આપી આશીર્વાદ લીધા હતા.

મંદિરના ટ્રસ્ટી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલરામના પાંચ જોડી વાઘા બનાવાશે. જેમાં બીજના દિવસે સવારે ભગવાન પાટણના પ્રખ્યાત પટોળાના વાઘાધારણ કરશે ત્યારબાદ રથયાત્રામાં જગન્નાથપુરીમાં ભગવાન જે કાપડના વાઘા પહેરવાના છે તેજ કાપડના વાઘા પાટણની રથયાત્રામાં પણ ભગવાન પહેરશે. અમદાવાદથી ભગવાનના વાઘા માટે કાપડ લાવ્યા છે અને હાલમાં વૈજનાથ મહાદેવના પાડામા રહેતા કનુભાઇ બી રાવલના પત્ની ઉર્મિલાબેન રાવલ વાઘા બનાવવાની કામગીરી કરી રહ્યા છે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments