અસમાજિક તત્વો સામે બની ‘મર્દાની’, અમદાવાદની આ મહિલાએ એકલા હાથે શરૂ કર્યુ પેટ્રોલપંપ

0
35

સ્ત્રીને શક્તિનું રૂપ ગણવામાં આવે છે.આ વાતને સાર્થક કરી અમદાવાદના રેખાબેને. રેખાબેને એકલા હાથે  પેટ્રોલ પંપની શરૂઆત કરી અને પેટ્રોલ પંપનું ખૂબ સારી રીતે સંચાલન પણ કર્યુ છે. ત્યારે મહિલા દિવસના ઉપલક્ષમાં જોઇએ એક વિશેષ અહેવાલ

આ છે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા રેખા બેન. જેઓએ દસ વર્ષ પહેલા બાવળા ખાતે પેટ્રોલ પંપ ચલાવવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને સાર્થક કરવા માટે તેઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. સામાજીક સમસ્યાઓથી લઇને અસમાજીક તત્વોનો સામનો કરવો પડ્યો છે.

પરંતુ રેખાબેન હિમ્મત ધીરજ અને સહનશિલતાએ આજે તેમને સફળ બિઝનેસ વુમન બનાવ્યા છે.

રેખાબેનને થોડા વર્ષો અગાઉ ઘણી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડયા છે. ત્યારે તેઓ જ આજે આ મુકામ સુધી પહોચ્યા છે. આજથી દસ વર્ષ પહેલા અમદાવાદથી 30 કિલોમીટર દુર આવેલુ બાવળા હજી પણ વિકસિત નથી. તો એ સમય તો બાવળા વિસ્તારમાં જંગલો સિવાય કશું જ નહોતું. તેવા સમયમાં રેખાબેને આ વિસ્તારમાં પેટ્રોલપંપની શરૂઆત કરી હતી.

વિદેશોમાં મહિલાઓને પેટ્રોલપંપમાં કામકાજ કરતા આપણે જોઇ હશે.પરંતુ રેખાબેને અમદાવાદને વિદેશ બનાવી દીધુ અને એવી મહિલાઓને ઉદાહરણ પુરુ પાડ્યુ છે જે મહિલાઓ રસોડા સુધી જ સિમિત હોય છે.રેખાબેને પેટ્રોલ પંપ શરૂ કરી તેને ચલાવી પણ બતાવ્યો છે.ત્યારે આજની 21મી સદીમાં આવી બહાદુર અને કુશળ મહિલાઓને જીએસટીવી સલામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here