Tuesday, September 28, 2021
Homeઅસરગ્રસ્તોની સ્થિતિ જાણવા જાપાની મીડિયાના પ્રતિનિધિઓ દક્ષિણ ગજુરાતની મુલાકાતે આવ્યા
Array

અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા જાપાની મીડિયાના પ્રતિનિધિઓ દક્ષિણ ગજુરાતની મુલાકાતે આવ્યા

સુરતઃ બુલેટ ટ્રેનના અસરગ્રસ્તો, ખેડૂતોની સ્થિતિ, વાસ્તવિક જાણકારી મેળવવા આજે(મંગળવાર) જાપાની મીડિયાના પ્રતિનિધિઓ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં પહેલાં સુરતમાં જહાંગીરપુરા ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ નવસારીના આમડપોર ગામે રવાના થશે.

સુરત-નવસારીના ખેડૂતોની મુલાકાત
મોદી સરકારનો મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જાપાન ભારત સરકારનું મહત્ત્વનું પાર્ટનર છે. જાપાનની ઝીકા નામની એજન્સી મુખ્ય ફાયનાન્સ કરી રહી છે અને ઝીકાનું પ્રતિનિધિ મંડળ પણ ત્રણેક મહિના અગાઉ બુલેટ ટ્રેનના અસરગ્રસ્ત ખેડૂતોનો મંતવ્ય જાણવા દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે અસરગ્રસ્તોએ સરકારી તંત્રની જમીન સંપાદનની નીતિરીતિનો ઝીકાના પ્રતિનિધિઓ સમક્ષ ભારે વિરોધ કર્યો હતો. ઝીકાના પ્રતિનિધિઓ બાદ હવે જાપાનના મીડિયાના પ્રતિનિધિઓ પણ બુલેટ ટ્રેન સંદર્ભે ભારત આવ્યા છે. જેઓ આજે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે.
નવસારીના 5 ગામમાં જમીન માપણી થઈ નથી
દક્ષિણ ગુજરાતમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. તેને લઈને દક્ષિણ ગુજરાતના ગામોની જમીન સંપાદન કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જમીન સંપાદનની કામગીરીનો અસરગ્રસ્તો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને જમીનની વાસ્તવિક બજાર કિંમતને આધાર બનાવવાની જગ્યાએ જંત્રીને આધાર બનાવવાની નીતિનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને પગલે નવસારીના 28 ગામોમાંથી પાંચ ગામોમાં તો ભારે વિરોધને કારણે જમીન માપણી પણ આજદિન સુધી કરી શકાઈ નથી.
વિરોધ વચ્ચે સૌથી મોટા ટેન્ડરની જાહેરાત
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોના વિરોધ વચ્ચે સૌથી મોટું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા 237 કિમી લાંબા અંતર માટે વીસ હજાર કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ માટે 16 જુલાઈ આખરી તારીખ નિયત કરવામાં આવી છે. આ ટેન્ડર તે જાપાનીસ ઓડાની શરતોને આધિન ખોલવામા આવશે. આ ટેન્ડર માટે એલએન્ડટી અને હિતાચી તથા મિત્સુબીશી જેવી કંપનીઓએ ભાગ લેવા તૈયારી બતાવી છે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમારો, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ અને સાબરમીત સુધી બાર સ્ટેશન નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments