Tuesday, September 28, 2021
Homeઅસીમાનંદ સહિત 4 આરોપીઓ અંગે NIA કોર્ટ આજે નિર્ણય સંભળાવશે
Array

અસીમાનંદ સહિત 4 આરોપીઓ અંગે NIA કોર્ટ આજે નિર્ણય સંભળાવશે

પાણીપતનાં દીવાના સ્ટેશન પાસે 12 વર્ષ પહેલા સમજોતા ટ્રેનમાં થયેલા બ્લાસ્ટ મુદ્દે પંચકુલાની સ્પેશયલ NIA કોર્ટ ગુરુવારે નિર્ણય સંભળાવશે.સોમવારે કોર્ટે નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.આ કેસમાં મુખ્ય આરોપી સ્વામીઅસીમાનંદ , લોકેશ શર્મા, કમલ ચૌહાન અને રાજેન્દ્ર ચૌધરી છે. જો કે આ કેસમાં કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 1નું મોત થઈ ચુક્યુ છે, જ્યારે ત્રણ લોકોને ભાગેડુ જાહેર કરી દેવાયા છે.

NIAએ આ કેસમાં કુલ 244 સાક્ષીઓને હાજર કર્યા
વકીલ એસસી શર્માએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાની નાગરિક રાહિલા વકીલે એક અરજી દાખલ કરીને વધુ સાક્ષીઓનાં નિવેદનો રેકોર્ડ કરવાની અપીલ કરી છે. આ અંગે કોર્ટે કહ્યું કે, સાક્ષીઓને 6 વખત સમન્સ મોકલવામાં આવ્યુ હોવા છતા આવ્યા નથી. રિપોર્ટ્સ પ્રમાણે, રાહિલાનાં વકીલે જણાવ્યું કે, જે પાકિસ્તાની નાગરિકોનાં નિવેદનો લેવા માટેની અને અપીલ કરી રહ્યા છીએ, તેઓ અહીં આવવા ઈચ્છે છે પણ તેમેને કોઈ સમન્સ મળ્યુ નથી. NIAએ આ કેસમાં કુલ 244 સાક્ષીઓને હાજર કર્યા હતા,જ્યારે બચાવ પક્ષે કોઈ સાક્ષીને હાજર કર્યા ન હતા.
સમજોતા એક્સપ્રેસ દિલ્હીથી લાહોર જઈ રહી હતી
દિલ્હીથી લાહોર જઈ રહેલી સમજોતા એક્સપ્રેસ ટ્રેનમાં 18 ફેબ્રુઆરી 2007નાં રોજ પાણીપતનાં દીવાના રેલવે સ્ટેશન પાસે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ટ્રેનનાં 2 કોચમાં આગ લાગી ગઈ હતી, જેમાં 68 લોકો જીવતા આગમાં ખાખ થઈ ગયા હતા. મૃતકોમાં સૌથી વધારે મુસાફરો પાકિસ્તાનનાં રહેવાસી હતા. પોલીસે ત્યારબાદ ઘટનાસ્થળેથી 2 સૂટકેસમાં બોમ્બ જપ્ત કર્યા હતા, જે ફુટી શક્યા ન હતા. જો કે ઘટનાનાં દિવસે 2 લોકો ટ્રેનમાં દિલ્હીથી સવાર થયા અને અધવચ્ચે જ ઉતરી ગયા હતા. ત્યારબાદ આ જીવલેણ વિસ્ફોટ થયો હતો.
ઈન્દોરથી બે સંદિગ્ધોની ધરપકડ કરાઈ હતી
15 માર્ચ 2007ના રોજ હરિયાણા પોલીસે ઈન્દોરથી 2 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. આ વિસ્ફોટ કેસની આ પહેલી ધરપકડ કરી હતી. પોલીસ આ લોકો પાસે સૂટકેસનાં સહારે પહોંચી શકી હતી. આ કવર ઈન્દોરનાં એક બજારમાંથી ઘટનાનાં થોડા દિવસો પહેલા જ ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ 26 જુલાઈ, 2010ના રોજ આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો.
2011માં પહેલી ચાર્જશીટ દાખલ કરાઈ હતી
NIAએ જૂન 2011ના રોજ પાંચ  લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. પહેલી ચાર્જશીટમાં નાબા કુમાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, સુનીલ જોશી, રામચંદ્ર કાલસંગ્રા, સંદીપ ડાંગે અને લોકેસ શર્માનું નામ સામેલ હતુ. આ આરોપીઓ પર IPCની કલમ (120 રીડ વિથ 302) 120B ષડયંત્ર રચવાની સાથે 302 હત્યા, 307 હત્યાનો પ્રયાસ કરવા સહિત વિસ્ફોટક પદાર્થ લાવવા માટેની ઘણી કલમો લાગુ કરાઈ હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments