Friday, December 3, 2021
Homeઅસુરક્ષિત અમદાવાદ : લૂંટારૂઓ બેફામ એક અઠવાડિયામાં લૂંટના 10 બનાવ
Array

અસુરક્ષિત અમદાવાદ : લૂંટારૂઓ બેફામ એક અઠવાડિયામાં લૂંટના 10 બનાવ

મેગાસીટી અમદાવાદ માં લૂંટારુઓ બેફામ બન્યાં છે. પ્રહલાદનગર ગાર્ડનથી વોડાફોન હાઉસ જવાના કોર્પોરેટ રોડ પર એક અઠવાડિયામાં લૂંટના 8 થી 10 બનાવ બન્યા છે. પરંતુ અમદાવાદ પોલીસ બેખોફ લૂંટારુઓ સામે લાચાર બની છે. સુરક્ષિત અમદાવાદની વાતો કરતી પોલીસ સામે હવે સવાલો ઉઠ્યા છે.

કોર્પોરેટ રોડ પર અઠવાડિયામાં મોબાઈલ લૂંટ, ચેન સ્નેચિંગ જેવી 10 જેટલી લૂંટની ઘટના બની હોવા છતાં આનંદનગર પોલીસ એકપણ લૂંટારૂને પકડી શકી નથી. લૂંટારો બાઇક લઈને આવે છે અને રાહદારીઓને નિશાન બનાવી સેકન્ડોમાં ફરાર થઈ જાય છે.

અમદાવાદમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હોય છે. પરંતુ લૂંટારુઓને પોલીસનો પણ ડર રહ્યો નથી. ત્યારે સ્થાનિકોમાં પણ હવે પોલીસની કામગીરી સામે શંકા ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments