Thursday, August 11, 2022
Homeઅહીંયા માત્ર 82 રૂપિયામાં મળી રહ્યું છે 4 રૂમનું મકાન, સાથે 2...
Array

અહીંયા માત્ર 82 રૂપિયામાં મળી રહ્યું છે 4 રૂમનું મકાન, સાથે 2 વર્ષ માટે વીજળી-પાણી ફ્રી

- Advertisement -

અમેરિકાના સેંટ ફ્રાંસિસ્કો જેવા ફેમસ શહેરોમાં મકાનની કિંમત એક બાજુ 7 કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. તો બીજી બાજુ ઇટલીના સુંદર સૈમબુકા ટાઉનમાં સારા મકાન પણ માત્ર 82 રૂપિયામાં મળી રહ્યા છે. એની પાછળ કારણ એ છે કે આ રૂરલ ટાઉનથી લોકો શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા અને હવે આ ખાલી પડ્યા છે.

લોકલ ઓફિસરોએ એને ફરીથી આબાદ કરવા માટે આ પ્લાન બનાવ્યો છે. જો કે આ પ્રોપર્ટીઝને ખરીદતા પહેલા કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે. સિસલી શહેરમાં આવેલ હિલટોપ સૈમબુકા ટાઉન રહવા માટે સારી જગ્યાઓમાંથી એક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોંમાં અહીંના લોકોએ શહેરોમાં શિફ્ટ થવાનું ચાલુ કરી દીધું છે, જેના કારણે ટાઉન બિલકુલ ખાલી થઇ ગયું છે. એવામાં હવે ટાઉનના લોકલ ઓફિસરોએ એને ફરીથી વસાવવા માટે અહીંયા મકાન ખરીદવાની ખાસ ઓફર આપી છે. અહીંયા 430 થી 1610 સ્ક્વેયર ફૂટના અલગ અલગ સાઇઝમાં ઘણી બધી પ્રોપર્ટી છે. આ મકાન ખૂબ જ સસ્તા છે અને એની કિંમત માત્ર 1.15 ડોલર એટલે કે 82 રૂપિયા સુધી છે. ઘરની સાથે સાથે 2 વર્ષ સુધી વીજળી અને પાણી પણ મફત મળશે. જો કે એને ખરીદનાર લોકોને એક શરત પૂરી કરવી પડશે.

આ છે મકાન ખરીદવાની શરત
મકાન ખરીદનાર લોકોને સમારકામ પર ત્રણ વર્ષમાં 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કારણ કે કેટલાક મકાન ઘણા સમયથી ખાલી અને વીરાન હોવાની સાથે જર્જિત થઇ ગયા છે. તો કેટલાકના ફર્નિચર જૂના થઇ ગયા છે. આ ઉપરાંત મકાન ખરીદનાર લોકોને સિક્યોરિટી ડિપોઝીટ તરીકે પણ 4 લાખ રૂપિયા જમા કરવા પડશે. એટલે કે કુલ મળીને આ ડીલ માટે ખરીદનાર લોકોએ 6 લાખ રૂપિયા તૈયાર રાખવા પડશે. જો કે સૈમબુકા ટાઉની સુંદરતાના હિસાબથી આ ડીલ પણ ખરાબ નથી પરંતુ ઘણી સારી છે.

વાઇન યાર્ડ અને સુંદર બીચ વાળું સૈમબુકા 2016માં ઇટલીના મોસ્ટ બ્યુટીફુલ ટાઉન કોન્ટેસ્ટમાં નોમિનેટ પણ થયું હતું. સૈમબુકા આવું કોઇ પહેલું ટાઉન નથી જ્યાંની લોકલ ઇકોનોમી આ પ્રકારના ઝટકા ખાઇ રહી હોય અને કોડીઓના ભાવમાં લોકોને પ્રોપર્ટી ખરીદવાની ઓફર આપવામાં આવી રહી હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular