સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના અડાલજ ખાતે સભા સંબોધિત કરવાના છે. ત્યારે આ પહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે મોદી પર આક્રામક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારી ખર્ચે આજકાલ ખૂબ રેલીઓ થાય છે. તેમણે આમ કહી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા હતો અને જણાવ્યું હતું કે, તેઓ મોટાભાગે શિલાન્યાસ જ કરી રહ્યા છે. કોંગ્રેસ લોકોના ખર્ચે કાર્યક્રમ નથી કરતી. લોકો પાસે ફંડ ઉઘરાવીને કાર્યક્રમ કરીએ છીએ. તેમણે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, લોકોના ખર્ચે જાહેરસભાઓ કરી કોંગ્રેસને ગાળો ભાંડવી યોગ્ય નહિ
અમદાવાદમાં 28 ફેબ્રુઆરીએ રાહુલ અને પ્રિયંકા ગાંધીની સભા યોજાવાની છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમદવાદ આવ્યા છે. અડાલજ પાસે ત્રિમંદિર મેદાનમાં કોંગ્રેસની સભા થવાની છે. ત્યારે અહેમદ પટેલે તેની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું. કોંગ્રેસ તેની રાષ્ટ્રીય કાર્યકારિણી યોજવાનું છે જેમાં રાહુલ, પ્રિયંકા, સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. અહેમદ પટેલે કહ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી ગૌરવની વાત છે. ગુજરાતની ધરતી પરથી દેશમાં લોકો સુધી કોંગ્રેસનો મેસેજ જશે.
તો પીએમ મોદી પર નિશાન તાકીને અહેમદ પટેલે કહ્યું કે વિપક્ષ સવાલ કરે છે પણ પીએમ જવાબ આપતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકારી ખર્ચે સભા કરીને સરકારી રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યો છે. પણ કોંગ્રેસ લોકફાળા દ્વારા મળેલા ફંડમાંથી ખર્ચ કરી રહી છે.