Tuesday, October 26, 2021
Homeઆંખના કારણે ફેમસ થનાર પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ, બોની કપૂૂરે ફટકારી...
Array

આંખના કારણે ફેમસ થનાર પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ, બોની કપૂૂરે ફટકારી લીગલ નોટિસ

માત્ર આંખો ઉંચી-નીચી કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયરે ફરી ચર્ચાઓ જગાવી છે. આ વખતે ચર્ચાનું કારણ છે એની નવી ફિલ્મ. એની લેટેસ્ટ ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’નું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં પ્રિયા પ્રકાશે શ્રીદેવી નામની જ એક ફિલ્મ અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. ટીઝરમાં તે એકદમ એકલવાયી અને સંભવતઃ ડિપ્રેશનમાં હોય તેવું બતાવવામાં આવ્યું છે. ટીઝરમાં તેને લંડનમાં જોગિંગ કરતી, સિગારેટ ફૂંકતી અને બારમાં દારૂ પીતી પણ બતાવવામાં આવી છે.

ટીઝરને અંતે બાથટબમાં મૃત હાલતમાં પડેલી એક સ્ત્રીના પગ દેખાય છે. તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ શ્રીદેવી અને તેના દુબઈની હોટેલના બાથટબમાં થયેલા આકસ્મિક મોત પર બનાવવામાં આવી હશે. આ ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત મમ્બુલીને સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર એવા બોની કપૂરે પોતાની પત્નીના અવસાનને મજાક બનાવી દેવા બદલ લીગલ નોટિસ પણ ફટકારી છે.

ડિરેક્ટર પ્રશાંત મમ્બુલીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું પણ ખરું કે, ‘હા, અમને ગયા અઠવાડિયે જ મિ. બોની કપૂર તરફથી લીગલ નોટિસ મળી છે અને અમે તેનો સામનો પણ કરીશું.’ ડિરેક્ટર મમ્બુલીનો બચાવ છે કે શ્રીદેવી તો કોમન નામ છે અને એની ફિલ્મનું પાત્ર પણ ફિલ્મ એક્ટર છે. વધુમાં એમની ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. ખુદ અભિનેત્રી પ્રિયા પ્રકાશે એવી કોઈ ચોખવટ કરી નથી કે પોતે ફિલ્મમાં જે પાત્ર ભજવી રહી છે તે સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી પર આધારિત છે કે કેમ. ‘શ્રીદેવી બંગલો’ ફિલ્મના ટીઝરમાં જે બે-ચાર વાક્યો બોલાય છે તે અંગ્રેજીમાં છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments