Tuesday, September 28, 2021
Home'આંખેં 2'માં અમિતાભ બચ્ચન સાથે સૈફ અલી ખાન અને જેક્લીન ફર્નાન્ડિઝ દેખાશે
Array

‘આંખેં 2’માં અમિતાભ બચ્ચન સાથે સૈફ અલી ખાન અને જેક્લીન ફર્નાન્ડિઝ દેખાશે

બોલિવૂડ ડેસ્ક: 2002માં આવેલી થ્રિલર ફિલ્મ ‘આંખેં’ની હવે સિક્વલ બનવા જઈ રહી છે. ‘આંખેં 2’ ફિલ્મને ‘નો એન્ટ્રી’, ‘મુબારકાં’ ફેમ ડિરેક્ટર અનીસ બાઝમી ડિરેક્ટ કરવાના છે. તેઓ આ ફિલ્મની સ્ટોરી 3ને બદલે 5 એક્ટર્સને લઈને કહેવા માગે છે. ‘આંખેં’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પરેશ રાવલ, અક્ષય કુમાર, અર્જુન રામપાલ, સુસ્મિતા સેન અને બિપાશા બાસુ હતા. જેની સ્ટોરી 3 અંધ વ્યક્તિની હોય છે જે બેંકમાં ચોરી કરે છે. ‘આંખેં’ ફિલ્મ વિપુલ શાહના ગુજરાતી નાટક ‘આંધળો પાટો’નું એડેપ્ટેશન હતું.

ફિલ્મની સિક્વલમાં અમિતાભ બચ્ચન પહેલેથી જ સામેલ છે. જ્યારે બીજા બે કેરેકટર્સ માટે અનીસે સૈફ અલી ખાન અને જેક્લીન ફર્નાન્ડિઝનો સંપર્ક કર્યો. ફિલ્મમાં સૈફ અલી ખાન અક્ષય કુમારની જગ્યાએ લીડ રોલમાં દેખાશે.

ગયા વર્ષે થઇ હતી જાહેરાત
‘આંખેં 2’ની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જ થઇ ગઈ હતી. ફિલ્મને તરુણ અગ્રવાલ અને ઈરોસ ઇન્ટરનેશનલ પ્રોડ્યૂસ કરશે. ફિલ્મની સિક્વલ માટે અમિતાભ બચ્ચનની લીડ રોલ તરીકે જાહેરાત થઇ ગઈ હતી. ત્યારે એવી જાહેરાત થઇ હતી કે, ફિલ્મનું શૂટિંગ 2019માં શરૂ થશે અને જાન્યુઆરી, 2020માં રિલીઝ થશે.

સ્ટાર કાસ્ટ
‘આંખેં 2’માં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાનની સાથે અનિલ કપૂર, અર્શદ વારસી, અર્જુન રામપાલ અને ઇલિયાના ડિક્રુઝ પણ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments