Saturday, April 20, 2024
Homeઆંગલધરા હત્યા કેસ : વે બ્રીજ સંચાલકની હત્યા કરી શૂટરે CCTVમાં ન...
Array

આંગલધરા હત્યા કેસ : વે બ્રીજ સંચાલકની હત્યા કરી શૂટરે CCTVમાં ન આવવા આંતરિક રસ્તાનો ઉપયોગ કર્યો હતો.

- Advertisement -

સુરતઃ મહુવા તાલુકાના આંગલધરામાં વે બ્રીજ સંચાલક સંજયસિંહ હત્યા કેસમાં પોલીસ તપાસમાં સીસીટીવી મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો હતો. હત્યાના પૂર્વ આયોજિત કાવતરામાં હત્યાના આરોપીઓએ સીસીટીવીમાં ન આવી જાય તેની પૂરતી કાળજી રાખી હતી. અને હત્યા કર્યા બાદ શૂટરે ભાગવા અને સીસીટીવીથી બચવા માટે આંતરિક રસ્તાનો ઉપયોગ કર્યો હતો.

ઘટના શું હતી?

મહુવાના આંગલધરા ખાતે વજન કાંટાના માલિક અને ખેડૂત સંજયસિંહ દેસાઈની 10 લાખમાં સોપારી આપી હત્યા કરાવવામાં આવી હતી. જેમાં પત્ની કૃપા દેસાઇ અને તેનો પ્રેમી કાનસીંગ ઉર્ફે કાંતિ, શ્રવણસીંગ અને હનુમાનસીંગની પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે પકડાયેલા ચારેય આરોપીઓને મહુવા પોલીસે મહુવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ શરૂ કરી હતી. સમગ્ર હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો આ સંજયસિંહની હત્યા બાદ પોલીસે સૌ પ્રથમ કડી શોધવા સીસીટીવી ફૂટેજ શોધવાનો સહારો લીધો હતો પરંતુ પોલીસને ગુનો ઉકેલવા સીસીટીવી ફૂટેજ મેળવવામાં ક્યાંય સફળતા ન મળી હતી.

હત્યા પહેલા શૂટરે નિરીક્ષણ કર્યું હતું

સંજયસિંહ હત્યાકેસના આરોપીઓએ હત્યા પહેલા પુરે પુરી વોચ ગોઠવી તમામ બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સૌ પ્રથમ તો શૂટરો જ્યાં રોકાયા હતા તે ભીનાર ખાતે આવેલા મહાકાળી ગેસ્ટ હાઉસમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોય સીસીટીવી બંધ હતા. ત્યારે આ સીસીટીવી કેમેરા બંધ હોવાનો લાભ આ શૂટરોએ લીધો હતો.

ઘટના સ્થળે સીસીટીવીનો અભાવ

સંજયસિંહના વે બ્રીજ ખાતે સીસીટીવી કેમેરાનો અભાવ છે એ બાબતથી હત્યારાઓ સારી રીતે વાકેફ હતા. જેથી હત્યા માટે એ જગ્યા પસંદ કરી કે જેથી કોઈ પુરાવા ન મળે. ત્યારબાદ સંજયસિંહની હત્યાના આરોપી શૂટર હનુમાનસિંગ અને પહાડસિંગ મોટરસાયકલ પર આવ્યા હતા. દરમિયાન કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરામાં ઝડપાઇ નહીં જાય તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતા. મોક્ષમાર્ગી મંદિર ખાતે સીસીટીવી કેમેરા હોવાની જાણ આ આરોપીઓને હોય અંતરિયાળ રસ્તાથી પસાર થવાનું પસંદ કર્યું હતું.

એક જગ્યાએ જ શૂટર સીસીટીવીમાં કેદ

પોલીસ દ્વારા આરોપીને શોધવા સીસીટીવી ફૂટેજ શોધ્યા હતા. જેમાં ક્યાંક કેમેરા બંધ હતા તો ક્યાંક રિઝલ્ટ સારું નહીં હતું.હત્યાને અંજામ આપી હત્યારાઓ ભાગી ગયા હતા ત્યારબાદ તપાસમાં શૂટરો ઉનાઈ ખાતે ગેસ્ટહાઉસમાં રોકાયા હતા ત્યાંથી પોલીસે શૂટરોના ઓળખપત્ર અને સ્કોર્પિયોના નંબર લીધા હતા અને ભગવાના રસ્તા ના અલગ અલગ રૂટ બનાવી પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજ મેળવવામાં લાગી ગઈ હતી.રાજસ્થાનની હદ વિસ્તારના તમામ સીસીટીવી ફુટેજો મેળવવા તપાસ હાથ ધરી હતી.નેશનલ હાઇવે પર પણ નહીં જઈને આરોપીઓ અલગ અલગ આંતરિક રસ્તા પકડીને ભાગ્યા હોય ત્યારે આરોપીઓની સ્કોર્પિયો ગાડી છેક છેલ્લે વાસદ ખાતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તે સમયે શૂટર હનુમાનસિંગ નો મોબાઈલ નંબર પણ તે જ લોકેશન બતાવતો હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular