આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત બેલ્જિયમ-જર્મનીએ પણ અજમાવ્યો હાથ, એક દિવસમાં રમ્યા બે T-20 મેચ

0
34

જર્મની અને બેલ્જિયન ટીમ વિશ્વનું સૌથી મજબૂત ફૂટબોલ અને હોકી ટીમો તરીકે જાણીતી છે. ફૂટબોલ અને હોકી આ દેશોની સૌથી વધુ લોકપ્રિય ગેમ્સ છે. પરંતુ શનિવારે, આ બે યુરોપીયન ટીમો પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડ પર અથડાઈ હતી. જો કે બંને ટીમોમાં લગભગ તમામ ખેલાડીઓ એશિયાન મૂળનાં જોવા મળી રહ્યા હતા. મહત્વની વાત આહીં એ છે કે બનેં દેશોની ટીમોએ પોતાનું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી ટીમ તરીકે નોંધાવી દીધું છે.

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ રમતા દેશોમાં બે દેશનો ઉમેરો

જર્મની અને બેલ્જિયન ક્રિકેટ ટીમ બેલ્જિયનનાં વોટરલૂ શહેરનાં મેદાન પર ઉતરી અને બંને એક જ દિવસમાં બે-બે ટી-20 મેચો રમી હતી. હાલાકી બંને મેચ જર્મનીએ જીતી લીધી હતી. પ્રથમ ટી-20 મેચમાં જર્મનીએ 9 રનથી આસાન જીતી મેળવી હતી. તો બીજી મેચમાં બેલ્જિયમને 62 રનથી હરાવ્યું હતું

પ્રથમ ટ્વેન્ટી 20 મેચ

જર્મનીએ પહેલો બેટ મેળવી. મદસર મોહમ્મદ, અમિત શર્મા અને રોહિત સિંઘે ઘમાકે દાર બેટીંગ સાથે 7 વિકેટ ખોઇ 128 રન બનાવ્યા હતા તો બેલ્જિયમની ટીમ 6 વિકેટમાં માત્ર 119 રન બનાવી શક હતી. બેલ્જિયમની ટીમ તરફથી સૌથી વધુ રન શાહરાર બટ્ટ દ્વારા નોંધાવાયા હતા.

બીજી ટ્વેન્ટી 20 મેચ

બીજી મેચમાં  જર્મનીએ ટૉસ જીતતા પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું અને 149 રન બનાવ્યા હતા તો સામે બેલ્જિયમની ટીમે  બેટિંગમાં ખુબ ખરાબ પ્રદર્શન કરતા 14.4 ઓવરમાં 87 રનમાં પૂરી ટીમ સમેટાય ગઇ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here