Tuesday, September 21, 2021
Homeઆઇપીએલ-12 : બેંગ્લોર અને કોલકાતાની આજે મેચ,
Array

આઇપીએલ-12 : બેંગ્લોર અને કોલકાતાની આજે મેચ,

સ્પોર્ટસ ડેસ્ક. આઇપીએલ-12ની 35મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે ઈડન ગાર્ડન ખાતે રમાશે. ટી-20 લીગમાં બેંગ્લોરની ટીમ શરૂઆતની 8માંથી સાત મેચ હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ચુકી છે. બીજી અને છેલ્લી મેચમાં હારીને કોલકાતાની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજાથી છઠ્ઠા નંબરે પહોંચી ગઇ છે. કોલકાતાનો આક્રમક બેટ્સમેન આન્દ્રે રસેલ ઇજાથી હેરાન છે.

બેંગ્લોર 3 વર્ષથી કોલકાતાને હરાવી નથી શકી

બેંગ્લોરની સામે પહેલી મેચમાં રસેલે 13 બોલમાં નોટઆઉટ 48 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે છ મેચમાંથી ચાર મેચમાં જીતની જરૂર છે. આમાં ત્રણ મેચ ટીમને પોતાના હોમગ્રાઉન્ડ પર રમવાની છે. બીજી તરફ બેંગ્લોરની ઝડપી બોલિંગ હાલ સુધી ખુબ જ ખરાબ રહી છે. નવદીપ સૈની સિવાય તમામ બોલર ઘણા મોંઘા સાબિત થયા છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનને તક મળી શકે છે.

આ સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે ટકરાશે. આ પહેલાં ચિન્ના સ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકાતાએ બેંગ્લોરને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો આ સિઝનની 8-8 મેચ રમી ચૂકી છે. જેમાં કોલકાતા 4 મેચ જીતી છે. જ્યારે બેંગ્લોર માત્ર એક જ મેચમાં જીતી શકી છે. આઈપીએલમાં અત્યાર સુધી બંને ટીમો 24 વખત સામસામે રમી છે જેમાં કોલકાતા 15 અને બેંગ્લોર માત્ર 9 મેચ જીતી શકી છે. બીજી તરફ ઈડન ગાર્ડન્સના મેદાન પર બેંગ્લોર સામે કોલકાતાનો સક્સેસ રેટ 67 ટકાનો છે. અહીં બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ 9 મેચમાંથી 6 મેચ કોલકાતા અને માત્ર 3 મેચ બેંગ્લોર જીત્યું છે.

ઓવરઓલ આઈપીએલની વાત કરીએ તો બેંગ્લોરની ટીમ 2016 પછી કોલકાતા સામે આકપણ મેચ જીતી શકી નથી. છેલ્લે 16 મે 2016 પછી બેંગ્લોર અને કોલકાતા વચ્ચે 5 મેચ રમાયી છે. દિનેશ કાર્તિકની કેપ્ટન્સીમાં રમી રહેલી કોલકાતાની ટીમ આ પાંચેય મેચ જીતી ચૂકી છે.

રસેલની ગેરહાજરીથી કાર્તિક-ઉથપ્પાની જવાબદારી વધશે

કોલકાતાની ટીમમાંથી આંન્દ્રે રસેલ ટોપ સ્કોરર છે. તેને અભ્યાસ સત્રમાં ખભા ઉપર બોલ વાગી જતાં ઈજા પહોંચી છે. છેલ્લે દિલ્હી સામે રમાયેલી મેચમાં પણ તેને ખભામાં ઈજા થઈ હતી. જેથી તેની ઈજાને લઈને આજે રમવા ઉપર સસ્પેન્સ છે. જો તે નહીં રમે તો કાર્તિક, ઉથપ્પા, ક્રિસ લિન અને નીતિશ રાણા ઉપર જવાબદારી વધી જશે.

કોલકાતાએ પણ પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે બાકી રહેલી 6 મેચમાંથી ઓછામાં ઓછી 4 મેચ તો જીતવી જ પડશે. જેમાંથી 3 મેચ તો ઈડનગાર્ડન્સ ખાતે જ રમાવાની છે. બેંગ્લોરનાં કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સે સારું પ્રદર્શન કર્યું પણ તેમની ટીમ આ વખતે સારું રમી શકી નથી. બેંગ્લોરની ટીમને સૌથી વધુ તેનાં બોલર્સે નિરાશ કરી છે. નવદીપ સૈનીએ સારું પ્રદર્શન તો કર્યું પણ ઉમેશ યાદવ આ વખતે ફ્લોપ રહ્યો છે. બીજી તરફ કોલકાતાના બોલર્સની એવરેજ પણ ઠીકઠાક છે. ઈડન ગાર્ડન્સ ખાતે તેમની ટીમના સ્પીનર્સ પણ કોઈ ખાસ કમાલ નથી કરી શક્યા.

બંને ટીમો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી(કેપ્ટન), પાર્થિવ પટેલ(વિકેટ કિપર), એબી ડીવિલિયર્સ, કૉલિન ડી. ગ્રેડહોમ, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, મોઈન અલી, શિમરોન હેટમાયર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, દેવદત્ત પલ્લીકલ, હિમ્મત સિંહ, મિલિન્દ કુમાર, ગુરકિરત સિંહ માન, હેનરિચ ક્લાસેન, પવન નેગી, વોશિંગ્ટન સુંદર, અક્ષરદીપ નાથ, પ્રયાસ બર્મન, કુલવંત ખેજરોલિયા, ટીમ સાઉદી, ડેલ સ્ટેન.

કોલકાતા નાઈટ રાઈડર્સ : દિનેશ કાર્તિક(કેપ્ટન), રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, નિતિશ રાણી, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, સુનિલ નરેન, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, નિખિલ નાઈક, જોઈ ડેનલી, શ્રીકાંત મુંડે, સંદિપ વારિયર, પ્રસિદ્ધ કૃષ્ણા, લોકી ફર્ગ્યુશન, હેરી ગર્ની, કેસી કરિયપ્પા, યારા પૃથ્વીરાજ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments