આઇસલેન્ડની યુવતી સાથે લગ્ન કરશો તો દર મહિને મળશે 3 લાખનો પગાર, થયો મોટો ખુલાસો

0
16

લગ્નની વાત આવે એટલે આજકાલના યુવાનો ઉત્સુક થઈ જાય છે. કેટલાક લોકો લગ્ન કરવા માટે તલપાપડ હોય છે જ્યારે કેટલાક લોકો લગ્નના બંધનને આઝાદીનો અંત સમજે છે અને તેનાથી દૂર ભાગે છે. કહેવાય છે ને કે લગ્ન એટલે એવા લાડૂ કે જેને ખાઈને પણ લોકો પસ્તાય છે અને ન ખાનાર પણ પસ્તાય છે. જોકે, દુનિયામાં એવો દેશ પણ છે જ્યાં લગ્ન કરનારને સરકાર લાખો રૂપિયા પણ આપે છે. જી હાં આ વાત થઈ રહી છે આઈસલેન્ડની. આ મેસેજ ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જોકે, આઈસલેન્ડના અખબાર મોનીટરના જણાવ્યા અનુસાર આવી કોઈ યોજના જ નથી કે સરકાર મદદ કરશે.

આવી છે આ અફવા, આઈસલેન્ડની સરકારે એક યોજના કાઢી છે જેને સાંભળી યુવકો લગ્ન કરવા ઉતાવળા થાય. એટલા માટે જ સરકારે લગ્ન કરવા માટે 3 લાખ રૂપિયાની ઓફર રાખી છે. જો કોઈ યુવક અહીં યુવતી સાથે લગ્ન કરે તો સરકાર તેને દર મહિને 3 લાખનો પગાર આપશે અને આ દેશની નાગરિકતા પણ ફ્રીમાં આપશે. આ ઓફરનું કારણ એ છે કે, અહીં પુરુષોની સંખ્યા ખૂબ ઓછી છે. આઈસલેન્ડની આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ન્યૂઝ વાયરલ થયા બાદ આઈસલેન્ડની યુવતીઓ અન્ય દેશના યુવકો સાથે ફેસબુકના માધ્યમથી કનેક્ટ પણ થવા લાગી છે.  જોકે, આ તમામ બાબતો ખોટી હોવા છતાં આ મેસેજ સતત વાયરલ થઈ રહ્યો છે અને કુંવારાઓ માટે આ સમાચાર સૌથી હોટ છે. જેઓ આઈસલેન્ડને સતત સર્ચ કરી રહ્યાં છે. આ અફવાને પગલે આઇસલેન્ડ હાલમાં સર્ચમાં આવી ગયો છે. એ નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here