આઈએમએફ ચીફ : ભારત સરકારે હાલ વધુ આર્થિક સુધારાઓ અંગે વિચારવું જોઈએ

0
23

ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ એટલે કે આઈએમએફની મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીન લૈગાર્ડે કહ્યું કે ભારત એટલી ગતિથી વિકાસ નથી કરી રહ્યો કે જે ગતિથી તેને આગળ વધવું જોઈએ. આઈએમએફ ચીફ લૈગાર્ડે કહ્યું કે ભારતનો વિકાસ દર તેના હાલના વિકાસ દરથી વધારે હોવો જોઈએ. તેમણે આ વાત દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કહી હતી. તેમણે હાલની પરિસ્થિતિઓમાં ભારતનો વિકાસ દર વધારે હોવો જોઈએ તેમ કહીને સાથે ભારત સરકારના આર્થિક સુધારા પર પણ ટિપ્પણી કરી છે.

આઈએમએફ ચીફે કહ્યું કે ભારત સરકારે હાલ વધુ આર્થિક સુધારાઓ અંગે વિચારવું જોઈએ. એ દિશામાં હજુ ઘણી શક્યતાઓ છે. આઈએમએફએ એક દિવસ પહેલા અનુમાન કર્યું હતું કે 2019માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે. 2020માં ભારતનો વિકાસ દર 7.7 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. આ વિકાસ દર દુનિયાભરના મોટા વિકાસશીલ અર્થવ્યવસ્થાઓથી વધારે રહશે.

જોકે આઈએમએફ ચીફ લૈગાર્ડે એમ કહીને સારો સંકેત આપ્યો છ કે ભારતનો પ્રોજેક્ટેડ ગ્રોથ રેટ ઉંચો છે. પરંતુ સરકારે કૃષિ ક્ષેત્રનું સંકટ સુધારવું પડશે. ભારતે કૃષિ ક્ષેત્ર પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ ક્ષેત્રમાં સંકટ દૂર કરવું એટલા માટે જરૂરી છે કે ભારતમાં અનેક લોકો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે.  લોકસભા ચૂંટણી નજીક છે એવામાં વિપક્ષ આર્થિક સંકટ, બેરોજગારી અને ખેડૂતોના દેવા જેવી સમસ્યાના મુદ્દા પર સરકારને સતત ધેરી રહી છે. ઘણા રાજ્યોમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરાઈ છે. આઈએમએફ ચીફને લાગે છે કે ભારતે આવી નીતિઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here