Wednesday, September 22, 2021
Homeઆઈપીએલ ૨૦૧૯ રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઈલેવન પંજાબ આમને સામને: સ્મિથ-વરુણ પર...
Array

આઈપીએલ ૨૦૧૯ રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઈલેવન પંજાબ આમને સામને: સ્મિથ-વરુણ પર રહેશે નજર

કિંગ્સ ઈલેવન પંજાબની સામે ૧૨મી આઈપીએલ-૨૦૧૯ના શરૂઆતના મુકાબલામાં રાજસ્થાન રોયલ ક્રિકેટ રમતા જોવા મળશે. આ મેચ માં બધા ની નજર ઓસ્ટ્રેલીયા ના બેટ્સમેન સ્ટીવ સ્મિથ પર રહેશે. ક્રિકેટમાં સ્મિથના કમબેકથી ક્રિકેટ રસિકો ને આશા જન્મી છે. હવે જોવાનું એ છે કે તે દર્શકોની આશા પર કેટલો ખરો ઉતરે છે. ક્રિકેટમાં કમબેક કરવા માટે આઈપીએલ સ્મિથ માટે સારું પ્લેટફોર્મ સાબિત થશે કેમકે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 30 મેથી થવાની છે. આઈપીએલ નું સારું પ્રદર્શન સ્મિથ માટે તેની આગળની કરિઅર માટે ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

આઈપીએલ મેચની રૂપરેખા:રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઈલેવન પંજાબ આમને સામને

આજે રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ છે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમશે. રાજસ્થાન રોયલની સામે કિંગ્સ ઈલેવન પંજાબની પહેલી મેચ ભારતીય સમયાનુંસાર રાત્રે 8 વાગ્યે રમાશે.

જયપુર મેદાનની પીચ

સવાઈમાન સિંહ સ્ટેડિયમની પીચ સ્પિનરનાં ફેવરમાં રહેશે. જોકે રાજસ્થાન માટે હોમલેન્ડમાં રમવું અને આ સ્ટેડિયમના સારા ખરાબ પાસાની જાણ તેમના માટે લાભકારી નીવડી શકે છે.

આંકડાની રમત

રાજસ્થાન જયપુરનાં આ સ્ટેડિયમમાં પહેલા ક્યારેય પણ મેચ હારી નથી. તેમજ પંજાબની સામે રાજસ્થાનનો ૧૦-6નો રેકોર્ડ રહ્યો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 17 મેચ રમાઈ છે. જેમાંથી ૧૦ મેચ રાજસ્થાન રોયલે જીતી છે. જેમાંથી 6 મેચમાં કિંગ્સ ઈલેવન વિનર રહી હતી. જયપુરમાં અત્યાર સુધી આ બંને ટીમ વચ્ચે ૫ મેચ રમાઈ છે, જેમાં પાંચે પાંચ મેચ રાજસ્થાન રોયલ વિનર રહી છે. પંજાબ એક પણ મેચ જીતી શક્યું નથી. આ બંને ટીમ વચ્ચે લાસ્ટ મેચ 5 મે ૨૦૧૮માં રમાઈ હતી. જે મેચમાં રાજસ્થાન રોયલે 20 ઓવરમાં 8 વિકેટમાં 158 રન બનાવ્યા હતા. જે મેચમાં મેન ઓંફ ધ મચ જોસ બટલર રહ્યા હતા. તેમણે 58 બોલમાં 82 રન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments