Friday, March 29, 2024
Homeઆઈસીસીની બેઠક : બીસીસીઆઈએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી, વર્લ્ડકપમાં ભારત-પાક મેચ...
Array

આઈસીસીની બેઠક : બીસીસીઆઈએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી, વર્લ્ડકપમાં ભારત-પાક મેચ વિશે ચર્ચા ના થઈ

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના મુખ્ય કાર્યકારીઓની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડકપ દરમિયાન સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતની ચિંતાઓને જોતા આઈસીસીએ કહ્યું કે તે વર્લ્ડકપમાં સુરક્ષા માટે બધું કરશે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ બેઠકની શરૂઆતમાં જ ટુર્નામેન્ટ દરમિયાન સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે બેઠકમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને કોઈ ચર્ચા થઇ નહોતી.

બીસીસીઆઈએ ખેલાડીઓ, અધિકારીઓ અને ફેન્સ માટે સુરક્ષાની માંગ કરી

બીસીસીઆઈના પદાધિકારીએ કહ્યું કે, “બીસીસીઆઈ તરફથી રાહુલ જોહરીએ ભારતીય ટીમ, અધિકારીઓ અને ફેન્સની સુરક્ષા માટે માંગ કરી હતી. જોહરીએ સીઈઓને કહ્યું કે બીસીસીઆઈ, આઈસીસી અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી સુરક્ષા વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખે છે.”
તેણે કહ્યું કે, “આઈસીસીના સીઈઓ ડેવ રિચાર્ડસને બીસીસીઆઈને આશ્વાસન આપ્યું હતું આઈસીસી તેમની દરેક ચિંતાને દૂર કરવાના પ્રયાસ કરશે. સુરક્ષાનો મુદ્દો મૂળ એજન્ડામાં સામેલ નહતો. બીસીસીઆઈના આગ્રહ ઉપર આઈસીસીએ આ બાબતે ચર્ચા કરી હતી.”
પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 16 જૂને રમશે. આ પહેલા બંને ટીમ દુબઇમાં એક બીજા સામે રમી હતી. ત્યારે ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular