Tuesday, December 7, 2021
Homeઆકાશ-શ્લોકાના લગ્નની રસ્મો શરૂ, ફાલ્ગુની પાઠકના ગીતો પર ઝૂમ્યું અંબાણી પરિવાર
Array

આકાશ-શ્લોકાના લગ્નની રસ્મો શરૂ, ફાલ્ગુની પાઠકના ગીતો પર ઝૂમ્યું અંબાણી પરિવાર

મુંબઇ: મુકેશ અંબાણી તાજેતરમાં જ પોતાના પુત્ર આકાશ અંબાણીના લગ્નના કાર્ડ વહેંચ્યા છે. આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે છે. આકાશ પોતાના બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે સાત ફેરા ફરશે. આકાશના લગ્નનો શુભારંભ થઇ ચૂક્યો છે.

https://www.instagram.com/p/BuCftBXj17X/?utm_source=ig_embed

તાજેતરમાં અંબાણી પરિવારે મુંબઇ સ્થિત એન્ટીલિયામાં એક પાર્ટી રાખવામાં આવી હતી. એમાં ગુજરાતી ફોક સિંગર ફાલ્ગુની પાઠકે સ્પેશિયલ પર્ફોમન્સ આપ્યું હતું. સમગ્ર અંબાણી પરિવાર ડાંડિયા કરતો નજરે આવ્યો. આ પાર્ટીના કેટલાક ફોટો સામે આવ્યા છે.

https://www.instagram.com/p/BuCR-PIhf5A/?utm_source=ig_embed

આ પાર્ટીમાં અંબાણી પરિવાર ઉપરાંત નજીકના સંબંધીઓ પણ સામેલ હતા. મુકેશ અંબાણીની મા કોકિલાબેન પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. જ્યારે ટીના અંબાણી પણ સીગ્રીન કલરની સાડી પહેરેલી નજરે જોવા મળી હતી.

https://www.instagram.com/p/BuCdSxADvF_/?utm_source=ig_embed

ફાલ્ગુની પાઠકે પોતાના ગીતોથી બધાને જોડી રાખ્યા. જણાવી દઇએ કે લગ્નનું ફંક્શન 3 દિવસ સુધી ચાલશે. આકાશની જાન 9 માર્ચ બપોરે 3.30 વાગ્યે નિકળશે. જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજે 7 વાગ્યાથી લગ્નની રસ્મો થશે. 10 માર્ચે લગ્નનું જશ્ન થશે.

11 માર્ચે પણ અંબાણી મહેતા પરિવાર જિયો સેન્ટરમાં રિસેપ્શન આપશે. લગ્નમાં દેશ વિદેશથી હસ્તીઓ પહોંચશે. સૂત્રો અનુસાર 23 થી 25 ફેબ્રુઆરીની વચ્ચે આકાશ બેચલર પાર્ટી પણ આપશે. આ પાર્ટી સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિએટ્સમાં થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments