આક્ષેપ / સુરતમાં સગર્ભાને મોબાઈલ ચોરીના આરોપમાં પોલીસે માર માર્યાની કમિશનરને અરજી કરાઈ

0
31

 • CN24NEWS-12/06/2019
  • ખટોદરા પોલીસના કસ્ટોડિયલ ડેથ પહેલાની ઘટના
  • પોલીસ કોન્સ્ટેબલે માર માર્યાનો મહિલાનો આરોપ

  સુરતઃખટોદરા પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડિયલ ડેથના કારણે પોલીસની કામગીરી શંકામાં આવી છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી સગર્ભા મહિલાએ પોલીસ પર માર મારવાનો આરોપ સાથે કમિશનરને અરજી આપી સારવાર લઈને મેડિકલ ઓફિસરને સમગ્ર બાબત જણાવતાં એમએલસી કરવામાં આવ્યું હતું.

  મોબાઈલ ચોરીના વહેમમાં માર માર્યો

  ઉધના સંજય નગરમાં રહેતી ઉષા વિનું ખેરનારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,તેને હરીનગરમાંથી મોબાઈલનું સિમકાર્ડ મળ્યું હતું. જે તેણે પોતોના ફોનમાં શરૂ કરતાં જ મોબાઈલ ચોરી લીધાના ફોન આવ્યા હતાં. બાદમાં પોલીસમાંથી ફોન આવ્યા હતા અને 11મી મેની સાંજે આઠ વાગ્યે પોલીસ કોન્સ્ટેબલે પટ્ટાથી માર માર્યો હતો. તેને ચાર માસનો ગર્ભ હોવાથી દુઃખાવો શરૂ થયો હતો.બન્ને પડખાની બાજુમાં મારના નીશાન છે. ડાબી બાજુ દુઃખાવો થતાં સિવિલમાં સારવાર માટે આવી હતી. પોલીસે માર મારવાની સાથે ગંદી ગાળો આપ્યાના આક્ષેપ કરતાં ઉષાએ કહ્યું હતું કે, પોલીસ કમિશનર કચેરીએ અરજી પણ આપવામાં આવી હતી. હાલ સિવિલમાં ગાયનેક વિભાગમાં તેને તબીબોએ રિફર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here