Sunday, October 17, 2021
Homeઆખરે ભાજપના 104 ધારાસભ્યો નવાજૂની કરવા હરિયાણાના જંગલમાં પહોંચ્યા
Array

આખરે ભાજપના 104 ધારાસભ્યો નવાજૂની કરવા હરિયાણાના જંગલમાં પહોંચ્યા

કર્ણાટકની રાજનીતિમાં કરવટ આવી રહી છે. આ સમયે ભાજપના 104 ધારાસભ્યો સાડા નવ વાગ્યાની આસપાસ હરિયાણાના નૂંહ જિલ્લાના સરાયગામ ખાતે આવેલી આઈટીસી ગ્રાંડ ભારત રિસોર્ટમાં પહોંચ્યા. આ હોટેલમાં કર્ણાટકની હાલની સ્થિતિને લઈને લોકસભા ચૂંટણી સુધીની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે મુખ્યમંત્રી હોવા છતા કુમારસ્વામી ધારાસભ્યોની ખરીદીના કામમાં લાગેલા છે. તેમણે અમારા મંત્રીઓ અને વિધાયકોને પૈસા અને પદની લાલસા આપી છે. અમે અહીંયા અમારી એકતા દર્શાવવા માટે આવ્યા છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે ભાજપ ત્યાં પોતાના ધારાસભ્યોને લઈને દાળની જગ્યાએ કંઈક બીજુ જ રાંધી રહી છે.

મીડિયા સાથે વાતચીત કરતા ધારાસભ્યોએ કહ્યું કે, પૂર્વ સીએમ બીએસ યેદિયૂરપ્પા અહીં 104 ધારાસભ્યો સાથે રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે આવ્યા છે. જ્યારે કોંગ્રેસના બે ગાયબ ધારાસભ્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ વિશે તેમને કોઈ પ્રકારની માહિતી નથી. કર્ણાટકમાં સરકાર પાડવા જેવી કોઈ વાત નથી. ખાસ વાત તો એ છે કે આખુ કર્ણાટક એટલું જ નહીં રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક કરવા દિલ્હી કે ગુરૂગ્રામ જેવા વિકસિત શહેરને છોડીને આઈટીસી જે જંગલની વચ્ચે છે ત્યાં ભાજપના ધારાસભ્યોને શું કામે રાખવામાં આવ્યા ? ઉપરથી મીડિયાને પણ પ્રવેશ કરવાની આ જગ્યાએ રોક લગાવવામાં આવી છે.

ધારાસભ્ય ગાયબ

જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ગાયબ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કુમાર સ્વામી સરકારના મુખ્યમંત્રી શિવકુમારે દાવો કર્યો હતો કે,રાજ્યમાં ધારાસભ્યોની ખરીદી થઈ રહી છે. અમારા ત્રણ ધારાસભ્યો બીજેપી સાથે મુંબઈની એક હોટેલમાં છે. ત્યાં શું કરવામાં આવ્યું છે તેમને કેટલી રકમ આપવામાં આવી છે તેનાથી અમે અજાણ છીએ.

જો કે પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ રાજનૈતિક ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં ગઠબંધન સરકાર સ્થિર હતી. અને આગળ પણ સ્થિર જ રહેશે. એમણે કહ્યું કે, ભાજપ ખરીદી ભાજપે ખરીદ વેચાણની જગ્યાએ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. જેથી આગળ જઈ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે. ત્યાં કોંગ્રેસના સહયોગી મંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર અસ્થિરતાનો કોઈ સવાલ પેદા થતો જ નથી.

આ સાથે જ તેમણે એ ખબરોને પણ ફગાવી દીધી હતી કે એમની સરકારને પાડવા માટે કથિત રૂપથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ખબરો આવી રહી છે કે કોંગ્રેસના 6થી 8 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તો એવી પણ ખબરો છે કે ભાજપ કોંગ્રેસના આ ધારાસભ્યો સાથે સંપર્ક નથી કરી શકતી. જેથી કર્ણાટકની રાજનીતિમાં થોડા સમયમાં ભૂકંપ આવે તો નવાઈ નહીં.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments