Sunday, October 17, 2021
Homeઆગામી માર્ચ સુધીમાં જરૂરિયાતમંદ સવર્ણોને અનામતનો લાભ મળી શકશે
Array

આગામી માર્ચ સુધીમાં જરૂરિયાતમંદ સવર્ણોને અનામતનો લાભ મળી શકશે

નેશનલ ડેસ્કઃ સવર્ણોને અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય આજે લોકસભામાં કસોટીની સરાણે ચડી રહ્યો છે. મંગળવારે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ હોવા છતાં સરકારે બંધારણમાં સુધારો કરવા માટે સત્રનો એક દિવસ લંબાવ્યો છે. બંધારણીય સુધારા માટે મંગળવારે લોકસભામાં પ્રસ્તાવ મૂકાશે. જરૂર પડ્યે સરકાર સત્ર વધુ લંબાવી શકે છે. પરંતુ શું છે બંધારણિય સુધારાની કાર્યવાહી? સમગ્ર પ્રક્રિયા કેવી હોય છે? શું લોકસભાની આગામી ચૂંટણી પહેલાં સવર્ણોને આર્થિક અનામત મળી શકશે ખરી?

 • કહેવા માટે ભારતીય બંધારણ ડ્રાફ્ટિંગની ચુસ્તી માટે વખણાય છે, પરંતુ તેથી વિરુદ્ધની હકિકત એ પણ છે કે આઝાદીના 71 વર્ષમાં બંધારણમાં કુલ 101 સુધારાઓ કરવા પડ્યા છે. સવર્ણોને આર્થિક અનામત એ 102મો સુધારો બનશે.
 • સમય અને સંજોગો મુજબ બંધારણમાં સુધારા કરવા પડે. ક્યારેક ભાષા અને અર્થઘટન સંબંધિત મડાગાંઠ ઊભી થતી નિવારવા માટે પણ સુધારા કરવા પડ્યા છે.
 • જોકે બંધારણની મૂળભૂત ભાવના (Concept)માં થયેલા સુધારાને મુખ્ય અથવા તો પાયાના સુધારા (Core Ordinannce) કહેવામાં આવે છે. 42મા સુધારા તરીકે બંધારણની પ્રસ્તાવનામાં ભારતની ઓળખ તરીકે સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા અને દેશની એકતા તેમજ અખંડિતતાને મુખ્ય ગણવામાં આવી હતી. આ પાયાનો સુધારો હતો.
 • એ જ રીતે, સામાજિક દરજ્જાની સમાનતા માટે અનામત આપવાના હેતુમાં હવે આર્થિક માપદંડ ઉમેરવાનો સુધારો પણ પાયાનો સુધારો બની રહેશે.
 • બંધારણમાં સુધારા માટે સંસદના બંને ગૃહો સમક્ષ વારાફરતી સુધારાના પ્રસ્તાવને કાનૂની ખરડા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં ખરડો બે તૃતિયાંશ બહુમતિથી પસાર થવો જરૂરી છે.
 • સંસદના બંને ગૃહોમાં ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લઈ શકે છે. વિશિષ્ટ સંજોગોમાં ખરડો સંસદની પુનર્વિચારણા માટે પરત પણ મોકલી શકે છે. પરંતુ સંસદ બીજી વાર ખરડો પસાર કરીને મોકલે તો રાષ્ટ્રપતિ તેને મંજૂર કરવા બંધાયેલા છે.
 • કેટલાંક ખાસ કાયદાઓ માટે સંસદમાં ખરડો પસાર થયા પછી રાજ્યોની વિધાનસભામાં પણ તેને મંજૂર કરાવવો પડે છે.
 • બંધારણના અનુચ્છેદ 15માં સામાજિક દરજ્જાની સમાનતા માટે નબળા વર્ગોને અનામત આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. હવે તેમાં સામાજિક ઉપરાંત આર્થિક હેતુ પણ ઉમેરવો પડશે.
 • ઉપરાંત અનામતની ટોચ મર્યાદા 49 ટકાથી વધારીને 59 ટકા કરવા માટે પેટાકલમ 4માં પણ સુધારો કરવો પડશે.
 • સંસદના બંને ગૃહોમાં ખરડો પસાર થાય પછી એકથી બે અઠવાડિયામાં રાષ્ટ્રપતિ મંજૂરી આપે અને તેનાં ત્રણેક અઠવાડિયામાં સરકાર નોટિફિકેશન પ્રસિદ્ધ કરે તો માર્ચ મહિના સુધીમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો કાયદો અમલમાં આવી શકે છે.
 • જોકે તેમાં કેટલીક અડચણો પણ ઊભેલી છે. હાલ કોંગ્રેસ, બસપા સહિતના વિપક્ષોએ ખરડાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. પરંતુ બંધારણના અનુચ્છેદમાં સુધારો કરવાનો હોવાથી ખરડો ચકાસવા માટે વિપક્ષો સમય માંગી શકે છે. એ સંજોગોમાં બે વિકલ્પો રહે છે. સરકાર સંસદનું સત્ર અનિશ્ચિત સમય માટે લંબાવે અથવા તો વિશેષ સત્ર બોલાવે.
 • લોકસભાની ચૂંટણી પહેલાંનું આ છેલ્લું સત્ર હોવાથી વિશેષ સત્ર માટે વિપક્ષ ઈનકાર પણ કરી શકે છે. એ સંજોગોમાં સંસદના કોઈ એક ગૃહમાં ખરડો પસાર થયો હોય તો લોકસભાની ચૂંટણી પછી નવી સરકારની રચના વખતે તેનાં પર આગળની કાર્યવાહી થઈ શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments