આગાહી : બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત ભણી, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, વાવમાં 9 ઇંચ વરસાદ

0
36

મહેસાણા: બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં આજે (સોમવારે) ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં આ સિસ્ટમને પગલે આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવમાં નવ ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં ઝરમર વરસાદ શરૂ થયો છે.

ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

મધ્યગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના
વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 3થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એજ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. એજરીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા : બનાસકાંઠાના વાવમાં 9 ઇંચ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જોઇએ તો દક્ષિણ ગુજરાત 22 મી.મી., ઉત્તર ગુજરાતમાં 21 મી.મી., મધ્ય ગુજરાત 5 મી.મી., કચ્છ 5 મી.મી. અને સૌરાષ્ટ્ર 3 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાવાર આંકડા નીચે આપવામાં આવ્યા છે.

જિલ્લો વરસાદી આંકડા
ડાંગ 69 મી.મી.
બનાસકાંઠા 50 મી.મી.
નર્મદા 23 મી.મી.
સુરત 23 મી.મી.
વલસાડ 22 મી.મી.
ભરૂચ 18 મી.મી.
તાપી 18 મી.મી.
સાબરકાંઠા 17 મી.મી.
અરવલ્લી 11 મી.મી.
જૂનાગઢ 11 મી.મી.
મહેસાણા 10 મી.મી.
છોટા ઉદેપુર 10 મી.મી.

કયા તાલુકામાં સૌથી વધારે વરસાદ

તાલુકો વરસાદી આંકડા
વાવ 230 મી.મી.
થરાદ 171 મી.મી.
દિયોદર 102 મી.મી.
ઉમરપાડા 100 મી.મી.
સુબિર 96 મી.મી.
આહવા 79 મી.મી.
હિમતનગર 63 મી.મી.
નેત્રંગ 51 મી.મી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here