Tuesday, September 21, 2021
Homeઆચારસંહિતા બાદ રાજ્યમાં પ્રથમ મોરબીમાં 90 હજારની નકલી ચલણી નોટ સાથે શખ્સ...
Array

આચારસંહિતા બાદ રાજ્યમાં પ્રથમ મોરબીમાં 90 હજારની નકલી ચલણી નોટ સાથે શખ્સ ઝડપાયો

રાજકોટ : મોરબીની નવલખી ફાટકથી એસઓજીની ટીમે મૂળ મહેસાણા જિલ્લાના એક શખ્સને રૂ 90 હજારની કિંમત ની નકલી ચલણી નોટ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ 2000ની 40 અને રૂ 100ના દરની 100 ચલણી નોટ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસ અંતે આરોપીને એ ડીવીઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો. આરોપીએ પોતાના ઘરમાં કલર પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કાઢી હોવાની કબુલાત આપી હતી.આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી

બનાવની વિગત અનુસાર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટમેરી પાસે એક બાઈક સવાર શખ્સને રોકી તપાસ કરતા તેની પાસેથી રૂ 90 હજારની કિંમતની ચલણી નોટ પકડાતા આરોપીની અટકાયત કરી હતી. આરોપીની પુછપરછ કરતા તેનું નામ મનીષ મંગળભાઈ પટેલ મહેસાણા જિલ્લાનાં સોખડા ગામનો વતની અને વાવડી રોડ પર આવેલ કૃષ્ણનગર માં રહેતા હોવાનું જણાવ્યું હતું અને તેને પોતાના ઘરમાં કલર પ્રિન્ટરની મદદથી નોટ છાપી હોવાની કબુલાત આપી હતી.

નોટ છાપતી વખતે આરોપીઓએ આબેહુબ 2000ની અને 100ની નોટ છાપી હતી. 100ની નોટમાં સીરીઝ નંબર બદલ્યા પણ 2000ની નોટમાં નંબર બદલવાનું ભૂલી ગયો હતો. જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આરોપી મનીષ અગાઉ આંગડીયા પેઢીમાં નોકરી કરતો હતો અને નોટ બંધીના સમયગાળામાં જૂની રદ થયેલી ચલણી નોટના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ નોધાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments