આચાર્યએ ટોળાને ઉશ્કેરી ચાર શિક્ષકોને ઘેરી લીધા અને પછી…

0
26

 

વડોદરા જિલ્લાના પાદરામાં લુણા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય વચ્ચે બબાલ થઈ. આ મામલે બે શિક્ષિકા તેમજ બે શિક્ષકોએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો શિક્ષકો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. શિક્ષકોએ કહ્યું કે તેઓ મોડા આવતા હોવાના આક્ષેપ સાથે બહાનું કાઢી આચાર્યએ કાવતરુ રચ્યું હતું.

આચાર્યએ ગ્રામજનોના ટોળાને ઉશ્કેરી ચાર જેટલા શિક્ષકોને ઘેરી લીધા હોવાનો શિક્ષકોએ આક્ષેપ કર્યો. હકની રજાને લઈને શિક્ષકોએ કરેલી અરજી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેને લઇ આચાર્યએ ધીંગાણુ કર્યું હોવાનો શિક્ષકોએ આક્ષેપ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here