આજથી અમદાવાદ મેટ્રો શરૂ, માત્ર 40 કિમીની સ્પીડે દોડશે, મફત મુસાફરી માટે લાંબી લાઈન

0
79

અમદાવાદ: અમદાવાદમાં આજથી લોકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી. સવારથી મુસાફરી માટે લોકોની લાઇન લાગી. વસ્ત્રાલ ગામ અને એપરેલ પાર્ક મેટ્રો સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બંને સ્ટેશન પર એક એસઆરપીની ટુકડી તહેનાત કરાઈ. આજે શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં નાના બાળકોથી લઈ વૃદ્ધોએ મુસાફરીનો આનંદ માણ્યો. ઝોન પાંચ ડીસીપી, રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓએ પણ મેટ્રોની મુસાફરી કરી. મેટ્રો સ્ટેશન પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ સુરક્ષા ગોઠવાઈ છે.

અઢી કિ.મી. સુધી 5 અને 7.5 કિમી. સુધી 10 રૂપિયા
ગુજરાત મેટ્રો ટ્રેન કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, શહેરીજનોને પોસાય તેવું ભાડું રાખવામાં આવશે. હાલના તબક્કે 2.5 કિલોમીટર સુધીનું ભાડું 5 રૂપિયા અને 2.5 કિલોમીટરથી 7.5 કિલોમીટર સુધીનું ભાડું 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી મેટ્રો શરૂ થશે ત્યારે તેનું  ભાડું 25 રૂપિયા વસૂલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ દરખાસ્ત છે, ભાડું હવે નક્કી થશે.

ફ્રી ટિકિટ પાસ તો લેવા જ પડશે

1.સાંજે 4 વાગ્યા સુધી તમામ લોકો વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રોની મુસાફરીનો લાભ મેળવી શકશે
2.હાલમાં એક જ ટ્રેન શરૂ કરવામાં આવી હોવાથી લોકોને દર 45 મિનિટે ટ્રેનની સુવિધા મળશે
3.જો કે હાલમાં 9 દિવસ સુધી ફ્રી મુસાફરી હોવા છતાં લોકોને ફ્રી ટિકિટ પાસ તો લેવા જ પડશે. તો જ તેઓ પ્લેટફોર્મ પર પહોંચી શકશે. ટિકિટ નહીં લેનારને પ્ટેલફોર્મ સુધી જવા નહીં મળે
4.15 તારીખ સુધીમાં બીજી ટ્રેન પણ તૈયાર થયા બાદ તેને સંચાલનમાં મુકવામાં આવતા લોકોને દર 20 મિનિટે ટ્રેન મળી રહેશે.પછી ફ્રી મુસાફરીનો લાભ આપવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here