Thursday, May 19, 2022
Homeઆજથી ગુજરાત ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપનારું પહેલું રાજ્ય, દોઢ કરોડ...
Array

આજથી ગુજરાત ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપનારું પહેલું રાજ્ય, દોઢ કરોડ ગરીબોને લાભ

- Advertisement -

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પછી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી આર્થિક ધોરણે 10 ટકા અનામત કાયદાકીય એરણ પણ અટવાઇ છે, પરંતુ કેન્દ્ર સરકારે આર્થિકરીતે નબળા બિન અનામત વર્ગ માટે 10 ટકા અનામતની જાહેરાત કરતા તેનો ગુજરાતમાં તા. 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિથી અમલ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે. આ સાથે 10% અનામતનો લાભ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. સોમવારથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અને સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના દોઢ કરોડ એટલે કે ગુજરાતની વસ્તીના આશરે 28 ટકા બિન અનામત વર્ગને 10 ટકા અનામતનો લાભ મળશે.

10 ટકા અનામત SC, ST, SEBCને મળવા પાત્ર 49 % ઉપરાંતની રહેશે

કોને મળશે ફાયદો
 • જે લોકોની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે, તેમને અનામતનો લાભ મળશે.
 • જે સવર્ણોની પાસે ખેતીની 5 એકરથી ઓછી જમીન હોય, તેમને અનામતનો લાભ મળશે.
 • લાભ તે સવર્ણો મેળવી શકશે, જેમની પાસે રહેણાંક જગ્યા 1,000 ચો. ફૂટથી ઓછી હશે.
 • જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપાલિટી ક્ષેત્રમાં 100વારથી નાનો રહેણાંક પ્લોટ છે તેઓ આ અનામતનો લાભ મેળવી શકશે.
 • જે સવર્ણોની પાસે બિન-સૂચિત નગરપાલિકા ક્ષેત્રમાં 200 વારથીનાનો રહેણાંક પ્લોટ છે તેમને આ લાભ મળી શકશે.
કયા ક્ષેત્રમાં મળશે
 • સરકારી નોકરીમાં ભરતી અને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે સવર્ણોને આ અનામત મળશે.
 • નોકરીની ભરતી પ્રક્રિયાનો તબક્કો શરૂ નહીં થયો હોય ત્યાં યુવાનો આ લાભને પાત્ર હશે.
 • 14 જાન્યુઆરી પહેલા શરૂ થઈ ગયેલી ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા અથવા કમ્પ્યૂટર સ્કીલ પરીક્ષાઓ થઈ ગઈ હશે તો આ અનામતનો લાભ નહીં મળી શકે.
 • કોઈપણ ભરતી પ્રક્રિયાના સંબંધમાં માત્ર જાહેરાત થઈ હોય અથવા જાહેરાતની તારીખ અપાઈ હોય તો તે પ્રક્રિયામાં હવે નવી જાહેરાત કરવી પડશે.
કેવી રીતે લાભ લઈ શકાશે
 • આવકનું પ્રમાણપત્ર: આવકનું પ્રમાણપત્ર આપવું પડશે. પ્રમાણપત્ર નહીં હોય તો તાલુકા અને જનસેવા કેન્દ્રમાંથી બનાવી શકાય છે. તેના માટે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે.
 • જાતિ પ્રમાણપત્ર: સામાન્ય વર્ગમાં હોવા અંગેનું  જાતિ પ્રમાણપત્ર આપવું પડશે. તાલુકા અથવા જનસેવા કેન્દ્રમાંથી બનાવી શકાય છે.
 • ઈન્કમ ટેક્સ રિટર્ન: શક્ય છે કે સામાન્ય વર્ગના અનામતનો લાભ ઉઠાવવો હોય તો ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો.
 • બેન્ક એકાઉન્ટ અને સ્ટેટમેન્ટ: 3 મહિનાનું સ્ટેટમેન્ટ પણ આપવું પડી શકે છે. ઓનલાઈન બેન્કિંગ કરતા હોવ તો તમે તેને સેવ કરી શકો છો અથવા પાસબૂક પોતાની સાથે રાખો. પ્રવેશ અને કઇ સરકારી નોકરીમાં લાભ મળશે.  14 જાન્યુઆરી પહેલા લેખિત,કમ્પ્યૂટરની પરીક્ષા લેવાઇ તેને લાભ નહીં મળે. લોકરક્ષક સહિત જીપીએસસીની 80 પરીક્ષામાં લાભ નહીં,75 જાહેરાતો ફરી પ્રસિદ્ધ કરી લાભ અપાશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા બેઠકો વધારવી કે નહીં તેનો નિર્ણય લેવાશે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular