આજથી ધનાર્ક કમૂર્તાની પૂર્ણાહૂતિ, લગ્નસરાનો પ્રારંભ, જાણો આખા વર્ષના લગ્નના શુભ મુહૂર્ત

0
38

આજે ઉત્તરાયણની સાથે જ ધનાર્ક કમૂર્તાની પણ પૂર્ણાહૂતિ થશે. ધનુર્માસની સમાપ્તિ સાથે જ લગ્નસરાનો પણ પ્રારંભ થઇ જશે. ૧૬ જાન્યુઆરી સુધી લગ્નસરાનો પ્રારંભ થશે અને હવે ડિસેમ્બર-૨૦૧૯ સુધી લગ્નના ૮૪ મુહૂર્ત છે. વસંત પંચમી ૧૦ ફેબ્રુઆરીએ છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ લગ્નો જોવા મળશે.

જાન્યુઆરી માસમાં જ લગ્નના ૧૮,૧૯,૨૨,૨૩,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૧ એમ કુલ ૧૧ મુહૂર્ત છે. ૧૩ થી ૨૦ માર્ચ દરમિયાન હોળાષ્ટક છે અને ૧૪ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી મીનાર્ક કમૂર્તા હોવાથી લગ્નાદિ માંગલિક કાર્યો થઇ શકશે નહીં. આ ઉપરાંત ૧૨ જુલાઇથી ૮ નવેમ્બર સુધી હિંદુ ચાતુર્માસને લીધે લગ્નાદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે.

આજે ધનુર્માસની સમાપ્તિ અને મકર સંક્રાંતિને પગલે મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરાશે. સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૫ઃ૩૦ થી ૭ સ્વામિનારાયણ મંત્રની ધૂન, વચનામૃત યોજાશે. આ ઉપરાંત એક માસથી ચાલતી ધનુર્માસની ધૂનની પણ પૂર્ણાહૂતિ કરાશે.

ડિસેમ્બર-૨૦૧૯ સુધી લગ્નના શુભ મુહૂર્ત

જાન્યુઆરી : ૧૮,૧૯,૨૨,૨૩,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૧. ફેબુ્રઆરી : ૧,૮,૯,૧૦, ૧૫,૧૯,૨૧, ૨૪,૨૬. માર્ચ : ૮,૯,૧૦. એપ્રિલ : ૧૭,૧૮,૧૯,૨૦,૨૨,૨૩,૨૪, ૨૬,૨૭, ૨૮. : ૬,૭,૧૨,૧૪,૧૫, ૧૬,૧૮,૧૯,૨૦,૨૧,૨૩, ૨૫,૨૬,૨૮,૨૯, ૩૦,૩૧. જૂન : ૪,૮, ૯,૧૦,૧૨, ૧૩,૧૪,૧૫, ૧૬, ૧૭,૧૯,૨૦, ૨૧,૨૨, ૨૫,૨૬, ૨૮. જુલાઇ : ૬,૭,૯,૧૦,૧૧. નવેમ્બર : ૧૯,૨૦,૨૧, ૨૩, ૨૮. ડિસેમ્બર : ૧,૨,૩,૫,૬,૮.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here