આજથી બે દિવસ અમદાવાદમાં 5થી 8 ઈંચ વરસાદ અને 25થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

0
15

અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં 9 અને 10 ઓગસ્ટના 48 કલાક દરમિયાન અમદાવાદમાં 100થી 150 મીમી એટલે કે 5થી 8 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના 25થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદ શહેરમાં ચોમાસામાં સરેરાશ વરસાદની 16 ઇંચની ઘટ પૂરી કરે તેવી શક્યતા છે.

9 અને 10 ઓગસ્ટે અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદ પડી શકે 
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન બનીને ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ સુધી પહોંચ્યું છે. આ ડીપ્રેશન આગામી 24 કલાકમાં ગુજરાતના સરહદી વિસ્તારમાં પહોંચશે. જેથી 9 અને 10 ઓગસ્ટે અમદાવાદમાં 100થી 200 મીમી(5થી 8 ઇંચ) વરસાદ પડી શકે છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો, તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો છે. 9 ઓગસ્થી મોડી રાત્રે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં હળવોથી મધ્યમ તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ગાંધીનગરમાં મધ્યમથી અતિભારે વરસાદની વકી છે.

વરસાદ લાવનારી સિસ્ટમ આ રીતે સમજો
ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારા પાસે છવાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશન નબળું પડી ગુરુવારે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. સાથે મોન્સૂન ટ્રફનો પશ્ચિમ છેડો પણ નીચે આવ્યો છે. જેથી અમદાવાદમાં 5થી 8 ઇંચ જ્યારે ખેડા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં 200થી 300 મીમી વરસાદ ખાબકી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here