Tuesday, September 21, 2021
Homeઆજથી રાજકોટના રાજમાર્ગો પર ઈલેક્ટ્રીક બસનું ડ્રાયલ શરૂ, બસ CCTV, LED અને...
Array

આજથી રાજકોટના રાજમાર્ગો પર ઈલેક્ટ્રીક બસનું ડ્રાયલ શરૂ, બસ CCTV, LED અને ACની સુવિધાથી સજ્જ

રાજકોટ:નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 150 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.

આ બસોમાં CCTV, LED અને AC જેવી સુવિધા આપવામાં આવી છે. હાલ ટ્રાયલ દરમિયાન મુસાફરોને બેસવા દેવામાં નહિં આવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ઇલેકિટ્રક બસ સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત છે અને તેનાથી શહેરના પર્યાવરણની જાળવણીમાં પણ સારૂ એવું યોગદાન આપી શકાશે. સાથો સાથ નાગરિકોને પણ સ્વચ્છ, સુદ્યડ અને સુંદર બસમાં પરિવહન કરવાની સુવિધા પાપ્ત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments