Thursday, September 23, 2021
Homeઆજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે, અમિત શાહ 30મીએ ફોર્મ ભરશે
Array

આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે, અમિત શાહ 30મીએ ફોર્મ ભરશે

અમદાવાદ-ગાંધીનગર: ગુજરાતમાં યોજાનાર લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ગુરુવાર આજથી ચૂંટણી પંચના નોટિફિકેશન સાથે જ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. 4 માર્ચ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30મીએ રોડ શો કરશે અને ફોર્મ ભરશે. આ સાથે જ ઉમેદવારોના ખર્ચ અને રોકડની હેરફેર પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને 208 મદદનીશ ખર્ચ નિરીક્ષકો કાર્યરત કરવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના પરિઘમાં વધુમાં વધુ ત્રણ વાહનો આવી શકશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે ઉમેદવારની સાથે કચેરીમાં પાંચ વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ નિયમના પાલન કરવા ડીવાયએસપી કક્ષાના અધિકારીને નોડલ ઓફિસર તરીકે નીમાશે. આચારસંહિતા ભંગની કુલ 37 ફરિયાદો મળી છે જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સી-વિજિલ એપ્લિકેશનમાં 300 ફરિયાદો મળી છે તે પૈકી 95 ડ્રોપ કરાઇ છે જ્યારે 205નો તપાસ બાદ નિકાલ કરાયો છે.

ઘાટલોડિયામાં ભાજપ દ્વારા યોગી આદિત્યનાથની સભા વખતે રસ્તા ઉપર બેનર, હોર્ડિંગ્સ અને સભા યોજવા સામે ચૂંટણી પંચને 3 ફરિયાદો મળી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું કે નાગરિકોને અડચણ થાય તે રીતે રેલી કે સભાની મંજૂરી ન અપાય તે જોવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના અપાશે.

મોદીના જીવન પર બનેલી આઇ એમ નરેન્દ્ર મોદી ફિલ્મની રીલિઝ સામે સુરતની જનચેતના પાર્ટી દ્વારા પંચને અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ અરજી અપાઇ છે. મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments