Wednesday, September 29, 2021
Homeઆજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: મંગળવારે લેખાનુંદાન થશે
Array

આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: મંગળવારે લેખાનુંદાન થશે

ગાંધીનગર: રાજ્ય વિધાનસભાના ટૂંકા સત્રનો તા. 18મીને સોમવારથી આરંભ થશે. પાંચ દિવસીય સત્રમાં સાત બેઠક મળશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે બજેટને બદલે મંગળવારે લેખાનુંદાન રજૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન પછી શહીદોને શ્રદ્ધાંજલિ આપીને બેઠક પૂરી કરાશે. સત્ર પહેલા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. સૂત્રોના કહ્યા પ્રમાણે સત્ર દરમિયાન ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) વિધેયક, ગુજરાત ખેત-જમીન ટોચ મર્યાદા(સુધારા) વિધેયક, ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ(સુધારા) વિધેયક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન(સુધારા) વિધેયક રજૂ થશે. સત્રમાં બુધ, ગુરુવારે બે બે બેઠક મળશે.

શહીદોને ભાજપના MLA રૂ. 1 કરોડ, કોંગ્રેસના MLA એક પગાર આપશે

ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં શહીદોને રૂ. એક કરોડ આપવાનું નક્કી થયું છે. ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ યોજના,10 ટકા બિન અનામત વર્ગને અનામત સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ધારાસભ્યો એક પગાર આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments